Not Set/ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડનાં મિડલ મેન મિશેલ આજે કોર્ટમાં થશે હાજર, જાણો શું છે આ મામલો

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડનાં મિડલ મેન ક્રિસ્ટિન મિશેલને દુબઈ દ્વારા ભારતને પ્રત્યાર્પિત કરી દેવામાં આવ્યો છે. આ વચેટીયાનું પ્રત્યાર્પણ એ દિવસે થયું છે જે દિવસે ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સંયુક્ત આરબ અમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લા બિન જાયેદ વચ્ચે અબુધાબીમાં મીટીંગ થઇ હતી જેમાં મિશેલને સોંપવા માટે બિન જાયદ તૈયાર થયા હતા. 54 વર્ષીય બ્રિટીશ નાગરિક […]

Top Stories India Trending Politics
AugustaWestland વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડનાં મિડલ મેન મિશેલ આજે કોર્ટમાં થશે હાજર, જાણો શું છે આ મામલો

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડનાં મિડલ મેન ક્રિસ્ટિન મિશેલને દુબઈ દ્વારા ભારતને પ્રત્યાર્પિત કરી દેવામાં આવ્યો છે. આ વચેટીયાનું પ્રત્યાર્પણ એ દિવસે થયું છે જે દિવસે ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને સંયુક્ત આરબ અમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લા બિન જાયેદ વચ્ચે અબુધાબીમાં મીટીંગ થઇ હતી જેમાં મિશેલને સોંપવા માટે બિન જાયદ તૈયાર થયા હતા.

54 વર્ષીય બ્રિટીશ નાગરિક મિશેલ દુબઈથી પ્રાઈવેટ ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે દિલ્લી લેન્ડ થયો હતો. એમનો વકીલ રોઝમેરી છે. યુએઈમાં એની ધરપકડ કરવામાં આવી હતી.

મિશેલને બુધવારે દિલ્હી પતિયાલા હાઉસ કોર્ટમાં સ્પેશિયલ જજ અરવિંદ કુમાર સામે હાજર કરવામાં આવશે.

સિબિઆઇનું કહેવું છે કે, મિશેલનું પ્રત્યાર્પણ નેશનલ સિક્યુરીટી એડવાઇઝર અજીત ડોભાલનાં માર્ગદર્શન હેઠળ થયું છે.

મિશેલ ત્રણ વચેટીયાઓમાનો એક વચેટીયો છે જેની આ કેસમાં તપાસ થઇ છે.

ભારતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપની પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો હતો. આ લકઝરી હેલીકોપ્ટર જે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને બીજા વીઆઈપી માટે વપરાતાં હતા. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર જયારે શાસનમાં હતી ત્યારે આ કોન્ટ્રકટ થયો હતો.

આ કોન્ટ્રાક્ટ 3,600 કરોડ રૂપિયાનો હતો. Enforcement Directorate (ED) દ્વારા મિશેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એને 225 કરોડ રૂપિયાની લાંચ(કમીશન) ઓગસ્ટા વેસ્ટલેન્ડ તરફથી મળી હતી.

8 ફેબ્રુઆરી 2010ના રોજ કરાયેલા આ સોદામાં ભારતને 2,666 કરોડનું નુકસાન થયું હતું. કૌભાંડ બાદ જાન્યુઆરી 2014માં આ ડીલ રદ કરી દેવામાં આવી હતી.

સીબીઆઈ પ્રવકતાના જણાવ્યા અનુસાર આ યોજનાને ‘યુનિકૉન’ નામ ‘કોડ નેમ’ તરીકે આપવામાં આવ્યું હતું.

સીબીઆઈ અને ઈડી ઓગષ્ટા વેસ્ટલેન્ડ કેસની તપાસ કરી રહી છે.