ms dhoni/ માહીનો દેશી લુક, ખેતરોમાં ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો ધોની, ખેડૂતો સાથે ખેતર ખેડતો વીડિયો થયો વાયરલ

મહેન્દ્ર સિંહ ધોની બાઇક અને કારના પ્રેમ માટે જાણીતા છે, પછી તે વિન્ટેજ હોય ​​કે હાઇ ટેક. આ વખતે તેણે પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ચલાવીને તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

Top Stories Trending Sports
MS Dhoni

મહેન્દ્ર સિંહ ધોની બાઇક અને કારના પ્રેમ માટે જાણીતા છે, પછી તે વિન્ટેજ હોય ​​કે હાઇ ટેક. આ વખતે તેણે પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ચલાવીને તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. પૂર્વ ભારતીય ધોનીએ બે વર્ષ બાદ ઈન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ કરી છે. માહી, તેના યુગના અનુભવી બેટ્સમેન રહ્યાં. બુધવારે (8 ફેબ્રુઆરી)એ ખેતરોમાં ટ્રેક્ટર ચલાવતો એક વીડિયો શેર કર્યો, તેને તેની નવી શીખ તરીકે વર્ણવ્યો. CSK સુકાનીએ વિડિયો સાથે એક સરસ કેપ્શન સાથે જણાવ્યું હતું કે ખેતરોમાં તેના યોગ્ય ઉપયોગ માટે ટ્રેક્ટર ચલાવવાનું શીખવું એ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.

ધોનીએ (MS Dhoni) પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘કંઈક નવું શીખીને આનંદ થયો, પરંતુ કામ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગ્યો.’ વીડિયોમાં ધોની ખેડૂતો પાસેથી ખેતર ખેડવાનો પાઠ લેતો જોઈ શકાય છે. લોકડાઉન દરમિયાન પણ તેના ટ્રેક્ટર સાથેના ફોટા વાયરલ થયા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા જ ધોનીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ખેતી અને પશુપાલન પર લગાવી દીધું છે. તે પોતાના ફાર્મહાઉસમાં ખેતી કરે છે. ત્યાં તેણે કડકનાથ મરઘી પણ પાળી છે. કૂતરા સાથે બકરા અને ઘોડા પણ રાખવામાં આવ્યા છે.

https://www.instagram.com/reel/CoZwAtWo8vV/?utm_source=ig_web_copy_link

હવે એમએસ ધોની (MS Dhoni)નું સમગ્ર ધ્યાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વિદાય સીઝન શરૂ કરવા પર છે. માહીએ ગત સિઝનની શરૂઆતમાં રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ આપી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે જડ્ડુમાંથી ટીમ મેનેજમેન્ટે ધોનીને કેપ્ટનશીપ પાછી સોંપી હતી. હવે ચાર વખતનો ચેમ્પિયન કેપ્ટન કૂલ પોતાની ટીમને પાંચમી વખત ટ્રોફી અપાવવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી દ્વારા આગામી આઈપીએલ સીઝન માટે ન્યૂઝીલેન્ડના કાઈલ જેમીસન, અંડર-19 સ્ટાર શેખ રાશિદ અને સ્ટાર ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને સામેલ કરવામાં આવ્યા છે.

Border–Gavaskar Trophy/ આજથી શરૂ થશે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, નાગપુરમાં રમાશે પ્રથમ મેચ, ભારતના ટોપ ઓર્ડર અને સ્પિનરોની ભૂમિકા મહત્વની, 5 પરિબળો જે સિરીઝનું પરિણામ

Kidnapped/ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની 1 મહિનાની પુત્રીનું અપહરણ, બાળકીને મંદિરમાં છોડીને બદમાશો ફરાર

Earthquake/ ગુજરાતની ધરા ફરી ધ્રુજી, ભૂકંપની આગાહીઓ વચ્ચે કચ્છમાં 3.0ની તિવ્રતાનો આંચકો અનુભવાયો