Not Set/ જસદણ પેટા ચૂંટણી: ભાજપના વિભીષણો જ બનશે બાવળિયાના રસ્તાનો કાંટો ?

રાજકોટની જસદણ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. જસદણ પેટા ચૂંટણી જીતવા માટે સરકાર કામે લાગી ગઈ છે. બીજી બાજુ બાવળિયાને હરાવવા માટે ભાજપના જ સ્થાનિક નેતાઓ સક્રિય થયા છે અને કુંવરજી બાવળિયાને હરાવવા માટે કારસો રચી કાઢ્યો છે. ત્યારે આ મામલે ભાજપે હાઈકમાન્ડને પણ જાણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી […]

Top Stories Gujarat Others
aa Cover hngtf8ebh59bnvfmusj4alu7l5 20180704011305.Medi જસદણ પેટા ચૂંટણી: ભાજપના વિભીષણો જ બનશે બાવળિયાના રસ્તાનો કાંટો ?

રાજકોટની જસદણ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. જસદણ પેટા ચૂંટણી જીતવા માટે સરકાર કામે લાગી ગઈ છે. બીજી બાજુ બાવળિયાને હરાવવા માટે ભાજપના જ સ્થાનિક નેતાઓ સક્રિય થયા છે અને કુંવરજી બાવળિયાને હરાવવા માટે કારસો રચી કાઢ્યો છે. ત્યારે આ મામલે ભાજપે હાઈકમાન્ડને પણ જાણ કરવામાં આવી છે.

700730 bavaliyakunvarji 070418 e1543042783192 જસદણ પેટા ચૂંટણી: ભાજપના વિભીષણો જ બનશે બાવળિયાના રસ્તાનો કાંટો ?
mantavyanews.com

જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. જેના કારણે સ્થાનિક નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ભરત બોઘરામાં નારાજગી જોવા મળી રહી છે અને અંદરખાને કોંગ્રેસનો પ્રચાર કરતા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

bavalia e1543042840944 જસદણ પેટા ચૂંટણી: ભાજપના વિભીષણો જ બનશે બાવળિયાના રસ્તાનો કાંટો ?
mantavyanews.com

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે ત્યારે બંને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જસદણ બેઠક પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. તો ફોર્મ પરત ખેંચવા માટે 6 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.