Not Set/ રાજકોટ/ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોતી નનામીઓ…

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે હવે રાજકોટ એ કોરોનાનું નવું એપી સેન્ટર બની ને સામે આવી રહ્યું છે. રાજકોટમાં સતત કોરોના બેકાબુ બનતો  જઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર અને રાજ્યના આરોગ્ય વિભાગના આંકડામાં આવતો તફાવત ની ચાડી અહીંના સ્મશાન ગૃહ ખાઈ રહ્યા છે. રાજકોટ ખાતે સ્મશાન ગૃહમાં ન્નામીઓની મોટી લાઈનો જોવા […]

Gujarat Rajkot

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે હવે રાજકોટ એ કોરોનાનું નવું એપી સેન્ટર બની ને સામે આવી રહ્યું છે. રાજકોટમાં સતત કોરોના બેકાબુ બનતો  જઈ રહ્યો છે. સ્થાનિક તંત્ર અને રાજ્યના આરોગ્ય વિભાગના આંકડામાં આવતો તફાવત ની ચાડી અહીંના સ્મશાન ગૃહ ખાઈ રહ્યા છે. રાજકોટ ખાતે સ્મશાન ગૃહમાં ન્નામીઓની મોટી લાઈનો જોવા મળી રહી છે.

અહીંના સ્મશાનગૃહોમાં પણ અગ્નિદાહ માટે 24 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું હોવાની વાસ્તવિકતા સામે આવી છે. કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ જુલાઈમાં કોરોના પ્રોટોકલ પ્રમાણે 101 અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો ઓગસ્ટમાં 334 અંતિમ સંસ્કાર કરાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના સ્મશાનગૃહો પાસેથી મેળવેલી વિગતો મુજબ ઓગસ્ટ માસમાં રાજકોટમાં 500 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા છે. સપ્ટેમ્બરના છેલ્લા 3 દિવસમાં આ આંક 78થી વધુનો હોવાનો ખુલાસો થયો છે.

રાજકોટના ચાર સ્મશાનગૃહોમાં અત્યાર સુધીમાં કુલ 777 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા હોવાનું બહાર આવ્યુ છે આમ રાજકોટમાં હાલ કોરોના ની સ્થિતિ અતિ ગંભીર હોવાની વાત નો ખુલાસો થયો છે ત્યારે રાજકોટ માં જનતા એ સાવચેત રહેવાની જરૂર છે.

.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.