Jamnagar Mahanagarpalika/ જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરિયાની નિમણૂક

જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરિયાની નિમણૂક થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાની નિમણૂક કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કગથરાની નિમણૂક થઈ છે.

Top Stories Gujarat
For Vishal Jani 11 જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરિયાની નિમણૂક

જામનગરઃ  જામનગરના મેયર તરીકે વિનોદ ખીમસુરિયાની (Vinod Khimsuriya) નિમણૂક થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાની નિમણૂક કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કગથરાની નિમણૂક થઈ છે.અઢી વર્ષની ટર્મ પૂરી થતાં Jamnagar New Mayor નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. દંડક તરીકે કેતન નાખવાણીની નિમણૂક થઈ છે. શાસક પક્ષના Jamnagar News નેતા તરીકે આશિષ જોશીની નિમણૂક થઈ છે.

ભાવનગરના મેયર તરીકે Jamnagar New Mayorભરત બારડની નિમણૂક થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ નીમાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડિયાની નિમણૂક થઈ છે તો શાસક પક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખની નીમાયા છે. આમ મંગળવારે ચાર મહાનગરોમાંથી ત્રણ મહાનગરોમાં મેયરની નિમણૂક થઈ ચૂકી છે.

આ પહેલા રાજકોટના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતાની જાહેરાત થઈ ગઈ છે. રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણૂક થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક થઈ છે, જ્યારે સ્ટેન્ડિગં કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકર પસંદગી પામ્યા છે તો શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવ નીમાયા છે.

તેના પહેલાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની જાહેરાત થઈ ગઈ છે. દક્ષેસ માવાણીની સુરતના નવા મેયર તરીકે પસંદગી થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની  Jamnagar New Mayor વરણી થઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલના નામની જાહેરાત થઈ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીના નામની જાહેરાત થઈ છે. હજી પણ બીજા બે શહેરોના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની આજે જાહેરાત થશે.

આ પહેલા ગઇકાલે રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. આજે એટલે કે 9મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયર મળ્યા છે. પૂર્વ મેયર કિરીટ પરમારનો કાર્યકાળ 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરાઈ છે.

જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની Jamnagar New Mayor વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે. ગૌરાંગ પ્રજાપતિને સત્તાપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. પિન્કીબેન સોની વડોદરા શહેરના નવા મેયર બન્યા છે. તેમના ડેપ્યુટી તરીકે ચિરાગ બારોટ ચૂંટાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શીતલ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ ભાવનગર મહાપાલિકા/ ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ તો ડેપ્યુટી મેયર તરીકે મોનાબેન પારેખ

આ પણ વાંચોઃ રાજકોટ મહાનગરપાલિકા/ રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન બેનની વરણી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા

આ પણ વાંચોઃ સુરત મહાનગરપાલિકા/ સુરતને મળ્યા નવા મેયર દક્ષેસ માવાણી

આ પણ વાંચોઃ હદ થઇ…!/રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચોઃ કચ્છ/મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી,આ વખતે ડ્રગ્સ નહીં પણ 26 કરોડથી વધુ કિંમતની કલાકૃતિ ઝડપાયી