Not Set/ અમદાવાદમાં વધુ એક સીનીયર સીટીઝનની હત્યા,વૃધ્ધાની હત્યા કરી લુંટ કરવામાં આવી

અમદાવાદ અમદાવાદમાં ફરી એકવાર સીનીયર સીટીઝનની હત્યા કરી નાંખવામાં આવી છે.શહેરના વસ્ત્રાપુરમાં કેશવબાગ પાર્ટી પ્લોટ નજીક રહેતા વૃધ્ધ  મહિલાની  હત્યાના બનાવને પગલે સનસનાટી મચી ગઈ છે. હત્યા બાદ આરોપી વૃધ્ધાએ પહેરલી બંગડીઓ અને મંગળસૂત્ર લૂંટીને ફરાર થઈ ગયો હતો. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ નજીક આવેલા વિદ્યાનગર ફ્લેટમાં […]

Gujarat
ahd murder અમદાવાદમાં વધુ એક સીનીયર સીટીઝનની હત્યા,વૃધ્ધાની હત્યા કરી લુંટ કરવામાં આવી

અમદાવાદ

અમદાવાદમાં ફરી એકવાર સીનીયર સીટીઝનની હત્યા કરી નાંખવામાં આવી છે.શહેરના વસ્ત્રાપુરમાં કેશવબાગ પાર્ટી પ્લોટ નજીક રહેતા વૃધ્ધ  મહિલાની  હત્યાના બનાવને પગલે સનસનાટી મચી ગઈ છે. હત્યા બાદ આરોપી વૃધ્ધાએ પહેરલી બંગડીઓ અને મંગળસૂત્ર લૂંટીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ નજીક આવેલા વિદ્યાનગર ફ્લેટમાં મીનાબેન જોગ અને નારણભાઈ જોગ છેલ્લા ઘણા સમયથી એકલા રહેતા હતા. ગુરુવારે સાંજે નારાણભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. નારાણભાઈ જ્યારે ઘરની અંદર જઈને જોયું તો મીનાબેનની હત્યા કરાયેલી લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી. આ સમયે મીના બેનના મોઢામાં ડૂચો મારેલો હતો અને સાથે શરીર પરના ઘરેણાં પણ ગાયબ હતા. આ સાથે ઘરની તિજોરીમાંથી ઘરેણાં અને રોકડ પણ ગાયબ હતા.

પોતાની પત્નિની લાશ જોઇને ગભરાઇ ગયેલાં નારાયણભાઇએ પોલિસને તાત્કાલીક પોલિસને   જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મીનાબહેનનો મૃતદેહ કિચન નજીકના બેડરૃમના દરવાજામાં પડેલો હતો. તેમના મોઢામાં ડૂચો મારેલો હતો અને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ તથા મંગળસૂત્ર ગૂમ હતું. તે સિવાય તિજોરી પણ ખુલ્લી હતી. જોકે તેમાંથી કેટલી રોકડ રકમ કે દાગીનાની ચોરી થઈ છે તે તાત્કાલિક જાણી શકાયું ન હતું, એમ પોલીસે કહ્યું હતું.

નારાયણભાઈ જોગ પીઆરએલમાં સાઈન્ટીસ્ટ હતા અને હાલ નિવૃત જીવન ગાળતા હતા. નારાયણભાઇ તેમના 63 વર્ષના પત્ની મીના બહેન સાથે આ ફ્લેટમાં એકલા જ રહેતા હતા. દંપત્તિના સંતાનો વિદેશમાં સ્થાયી થયા છે.