Suicide/ આટલી હદે સ્માર્ટફોનની જીદ: મોબાઈલ લઈ ન આપતા યુવકે જીવન ટુકાવ્યું

યુવકને જન્મદિવસ પહેલા નવો સ્માર્ટફોન ન આપતા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Top Stories Gujarat Surat

સુરત: દુનિયામાં હવે AIનો યુગનો શરૂ થઈ ચુક્યો છે.આજના જમાના સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત થઈ ચુકી છે. પાંચ વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હાલની યુવા પેઠી સ્માર્ટફોનને ગાંડા તુર થતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ સુરતના સચિન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યા માતાએ નવો મોબાઈલ ફોન લઈ ન આપતા 19 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી અનુસાર, યુવક નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લેવા માતા પાસે જીદ કરતો હતો. માતાએ યુવકના 10 દિવસ બાદ જન્મદિવસ હોવાથી નવો મોબાઈલ ફોન લઈ આપવા જણાવ્યું હતું. યુવકને જન્મદિવસ પહેલા નવો સ્માર્ટફોન ન આપતા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમાર શર્મા શહેરના સચિન જીઆઇડીસી ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પરીવાર સાથે રહે છે. સંજીવ કુમાર શર્માનો 19 વર્ષનો પુત્ર પારસ શર્માનો 10 દિવસ બાદ જન્મદિવસ હતો. જેથી પારસ માતા પાસે જન્મદિવસ પહેલા એન્ડ્રોઇડ મોબાઇલની માંગણી કરતો હતો. માતાએ મોબાઇલ ફોન નહીં લઈ આપતા યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક મોતને ભેટતાં પરિવાર પર આભ ફાટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: Plane Crash/ મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેન ક્રેશ, 8 લોકોના જીવ માંડમાંડ બચ્યા

આ પણ વાંચો: Murder/ પ્રેમમાં પાગલ યુવકે ચપ્પુના ઘા ઝીંકી યુવતીની હત્યા કરી, પરિવાર તમાશો જોતો રહ્યો

આ પણ વાંચો: Sanatan Dharma/ PM મોદી હવે આવ્યા મેદાનમાં, સનાતન ધર્મ અંગે આપ્યું મોટું નિવેદન