Plane Crash/ મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેન ક્રેશ, ખરાબ હવામાનને કારણે દુર્ઘટના સર્જાઈ

મુંબઈ એરપોર્ટ પર વરસાદના કારણે રનવે પરથી પ્લેન લપસી જતા ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે ચાર્ટડ પ્લેનમાં 6 પ્રવાસી અને 2 ક્રૂ મેમ્બર સહિત આઠ લોકો સવાર હતા.

Top Stories India Breaking News Videos
Web Story 1 3 મુંબઈ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેન ક્રેશ, ખરાબ હવામાનને કારણે દુર્ઘટના સર્જાઈ

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી સરકી ગયું અને ક્રેશ થયું. દુર્ઘટનાની સાથે જ પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી ગઈ. વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાંથી 3 લોકો ઘાયલ થયા છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર વરસાદના કરાણે રનવે 27 પર લેન્ડિંગ કરતી વખતે પ્રાઈવેટ પ્લેન લપસી ગયું હતું. પ્લેન મધ્ય પ્રદેશની ભોપાલ સ્થિત કંપની દિલીપ બિલ્ડકોનના નામે રજીસ્ટર્ડ છે. જેએમ બક્ષી કંપનીના માલિક કોટક અને તેમના પરિવારના સભ્યો વિમાનમાં સવાર હતા. જેએમ બક્ષી કંપની લોજિસ્ટિક્સ ક્ષેત્રે કામ કરે છે.

સદ્દનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. વરસાદને કારણે ઉતરાણ સમયે વિઝિબિલિટી 700 મીટર હતી. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું કે VSR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ મુંબઈમાં રનવે 27 પરથી સરકી ગયું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી. અકસ્માત સાંજે 5.02 કલાકે થયો હતો.  એરપોર્ટ હાલમાં કામગીરી માટે બંધ છે અને નિરીક્ષણ હેઠળ છે.