Not Set/ બીજા તબક્કાના મતદાન માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવી ખાસ વ્યવસ્થા, જુઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 14 મી ડિસેમ્બરે યોજાવાનું છે. 93 વિધાનસભા બેઠક માટે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે તેની સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.  બીજા તબક્કાના મતદાન માટે તમામ પોલીંગ સ્ટેશન ખાતે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદારોને કોઇ તકલીફ ના પડે […]

Gujarat
download 1 4 બીજા તબક્કાના મતદાન માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવી ખાસ વ્યવસ્થા, જુઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 14 મી ડિસેમ્બરે યોજાવાનું છે. 93 વિધાનસભા બેઠક માટે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે તેની સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. 

બીજા તબક્કાના મતદાન માટે તમામ પોલીંગ સ્ટેશન ખાતે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદારોને કોઇ તકલીફ ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો, કુલ ૨૧ વિધાનસભા બેઠક માટે મતદાન થવાનું છે. તંત્રની સાથે રાજકીય પક્ષો દ્વારા પણ તેમના સમર્થનમાં વધુ મતદાન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર સહિત જિલ્લામાં કુલ 5051 પોલીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. આ પોલીંગ બુથમાં સૌથી વધુ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક માટે બનાવાયા છે જેની સંખ્યા 361 છે. જયારે સૌથી ઓછા પોલીંગ સ્ટેશન દરિયાપુર વિધાનસભા બેઠક માટે 183 બનાવાયા છે. પાટીદારોની બહુમતીવાળા નિકોલ વિધાનસભા વિસ્તારમાં 234 પોલીંગ સ્ટેશન પર વોટીંગ થશે.

અમદાવાદ શહેર અને જિલ્લાના નોંધાયેલા મતદારોની સંખ્યા 52,75,062 થાય છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 27,62,077 અને મહિલા મતદારોની સંખ્યા 25,12,,883 અને થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 102 થાય છે.

જયારે ગાંધીનગરમાં કુલ 11,75,000 વોટરો મતદાન ઉત્સવમાં જોડાશે. જેમાં કુલ 1342 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. કુલ ૧૩૪૨ પોલીંગ બુથ માટે 6790 પોલીંગ ઓફિસરોની તૈનાતી કરવામાં આવી છે. જેમાં 237 માઈક્રો ઓબ્ઝર્વર ,167 જોર્નલ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે. 87 જગ્યા પર વેબકાસ્ટીગ લાઈવ કરવામાં આવ્યું છે. કાયદા અને વ્યવસ્થા માટે પોલીસની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં 1740 હોમગાર્ડ,1600 પોલીસ, સીપીએફ ની 33 ટીમો મુકવામાં આવી છે. ગાંધીનગરની પાંચ બેઠકોની મતગણતરી માટે આટર્સ અને કોમર્સ કોલેજ માં વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદની 21 વિધાનસભા બેઠક માટે મતદાન મથકે આ સ્ટાફ રહેશે ફરજ પર ,

  • પ્રીસાઇડીંગ ઓફિસર – 6007
  • પોલીંગ ઓફિસર – 11122
  • મહિલા પોલીંગ ઓફિસર – 8736
  • પટાવાળા – 6007
  • ઝોનલ ઓફિસર – 509
  • ઝોનલ આસિસ્ટન્ટ – 509
  • બુથ લેવલ ઓફિસર – 5451
  • અન્ય કામગીરીમાં રોકાયેલા ઓફિસર – 2500