આખરી સફર../ આજે થશે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર, કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ

સોમવારે સવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ક્વીન એલિઝાબેથ દ્ધિતીયના રાજકીય અંતિમ સંસ્કારનું પ્રસારણ કરવા માટે યુકેના વિવિધ ઉદ્યાનોમાં વિશાળ સ્ક્રીનો ગોઠવવામાં આવશે

Top Stories World Trending
10 32 આજે થશે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર, કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ

સોમવારે સવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ક્વીન એલિઝાબેથ દ્ધિતીયના રાજકીય અંતિમ સંસ્કારનું પ્રસારણ કરવા માટે યુકેના વિવિધ ઉદ્યાનોમાં વિશાળ સ્ક્રીનો ગોઠવવામાં આવશે. આ સાથે ઘણા થિયેટર પણ આ કાર્યક્રમના ટેલિકાસ્ટની તૈયારી કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે રવિવારે આ જાણકારી આપી.

ઉલ્લેખનીય છે કે રાણી એલિઝાબેથ દ્ધિતીયનું સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. રાણીના પાર્થિવ દેહને વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવ્યો છે અને સોમવારે સવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાણીના અંતિમ સંસ્કાર કેવી રીતે થશે

10 33 આજે થશે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર, કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ

બ્રિટનમાં છેલ્લા 57 વર્ષમાં પ્રથમ રાજકીય અંતિમ સંસ્કાર કડક પ્રોટોકોલ અને લશ્કરી પરંપરા હેઠળ થશે, જેના માટે ઘણા દિવસોથી પ્રેક્ટિસ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (DCMS) એ જણાવ્યું હતું કે યુકેમાં સોમવારને જાહેર રજા જાહેર કરવામાં આવી છે અને અંતિમવિધિ માટે ભીડ એકઠી થતાં લંડનમાં અનેક જાહેર સ્થળોને ચિહ્નિત કરવામાં આવ્યા છે. વધુમાં વિભાગે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે સ્વર્ગસ્થ રાણીને સન્માન આપવા માટે, સમુદાયના જૂથો, ક્લબો, અન્ય સંસ્થાઓ ઉપરાંત ઘરોમાં સામાન્ય લોકોને રવિવારે રાત્રે 8 વાગ્યે એક મિનિટનું મૌન પાળવાનું કહેવામાં આવ્યું છે.

અંતિમ સંસ્કાર દેશભરમાં બતાવવામાં આવશે

10 35 આજે થશે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર, કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ

DCMSએ જણાવ્યું હતું કે લંડનના હાઇડ પાર્ક, શેફિલ્ડના કેથેડ્રલ સ્ક્વેર, બર્મિંગહામના સેન્ટેનરી સ્ક્વેર, કાર્લિસલ બાઇટ્સ પાર્ક, એડિનબર્ગના હોલીરૂડ પાર્ક અને ઉત્તરી આયર્લૅન્ડમાં કોલરેન ટાઉન હોલ સહિત સમગ્ર દેશમાં વિશાળ સ્ક્રીનો લગાવવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર યુકેમાં સિનેમાઘરો પણ અંતિમ સંસ્કાર કાર્યક્રમ બતાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.

વેસ્ટમિન્સ્ટર હોલ રાણીના રાજકીય અંતિમ સંસ્કાર પહેલા સવારે 6:30 વાગ્યે સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે શનિવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે લંડન પહોંચ્યા હતા.

કેટલા વૈશ્વિક નેતાઓ સામેલ થશે

10 34 આજે થશે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર, કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ

વિશ્વભરના રાજવી પરિવારના સભ્યો સહિત લગભગ 500 વિશ્વ નેતાઓ રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. શાહી શબપેટીને વેસ્ટમિન્સ્ટર પેલેસના વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબી સુધી સરઘસમાં લઈ જવામાં આવશે જ્યાં અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે શરૂ થશે અને લગભગ એક કલાક પછી બે મિનિટના રાષ્ટ્રીય મૌન સાથે સમાપ્ત થશે.

આ પછી બપોરે 12.15 વાગ્યે એક જાહેર સરઘસ શરૂ થશે અને સ્વર્ગસ્થ રાણીની શબપેટીને વેસ્ટમિંસ્ટર એબીથી લંડનના વેલિંગ્ટન આર્ક સુધી લઈ જવામાં આવશે અને ત્યાંથી તેમની વિન્ડસરની યાત્રા શરૂ થશે. રાણીને સોમવારે સાંજે ખાનગી શાહી સમારોહમાં કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલ ખાતે તેમના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે.