અવસાન/ રસના ગ્રુપના ચેરમેન આરીઝ ખંભાતાનું 85 વર્ષની વયે નિધન

સમાજસેવી ,પરોપકારી અને જાણીતા ઉધોગપતિ  રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતાનું શનિવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું

Top Stories Gujarat
8 1 12 રસના ગ્રુપના ચેરમેન આરીઝ ખંભાતાનું 85 વર્ષની વયે નિધન

 રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતાનું શનિવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું. 85 વર્ષીય ઉદ્યોગપતિ લાંબા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની પર્સિસ અને બાળકોમાં પીરૂઝ, ડેલ્ના અને રૂઝાન છે. આ સમાચાર સાથે જ તેમના પરીવાર અને પારસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.  રસના ભારતની સૌથી મોટી અને અગ્રણી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ છે.

આ સમચારની જાણકારી રસના ગ્રુપ દ્વારા એક નિવદેનમાં આપવામાં આવી છે. રસના ગ્રુપે બહાર પાડેલા એક ઓફિશ્યલ નિવેદનમાં જણાવ્યા અનુસાર, “ખૂબ જ દુઃખ અને શોક સાથે અમે 19 નવેમ્બરના રોજ તેમના નિવાસ સ્થાને રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન – આરીઝ ખંભાતાના દુઃખદ નિધનની જાહેરાત કરીએ છીએ.

ખંભાતા વર્લ્ડ અલાયન્સ ઓફ પારસી ઇરાની ઝરથોસ્ટિસ (WAPIZ)ના પૂર્વ ચેરમેન હતા. આ ઉપરાંત તેઓ અમદાવાદ પારસી પંચાયતના પૂર્વ પ્રેસિડેન્ટ અને ફેડરેશન ઓફ પારસી ઝોરોસટ્રીયન અંજુમન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા.