રાજકોટ/ લોકમેળામાં વધુ એક દુર્ઘટના, રાઈડ્સમાં બેસેલો યુવક ધડામ લઈ પટકાતા માથામાં થઇ ઈજા

બ્રેક ડાન્સ રાઈડ્સની મજા માણી રહેલા યુવક સાથે દુર્ઘટના સર્જાઈ હતી. યવુક ધડામ લઈને રાઈડ્સમાંથી નીચે પટકાયો હતો. જે બાદ તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ અહીં અફરા તફરી સર્જાઈ હતી.

Rajkot Gujarat
દુર્ઘટના

કોરોનાને કારણે બે વર્ષથી બંધ જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજાવાનો છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે.   ત્યારે ખુશીના અવસરમાં ગોંડલ બાદ હવે રાજકોટમાં દુર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટના લોકોમેળામાં દુર્ઘટના ઘટી છે. જેમાં એક યુવક ટોરાટોરા રાઇડમાંથી નીચે પટકાયો છે. ટોરાટોરા અથવા બ્રેક ડાન્સ રાઇડમાંથી યુવક નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

રાજકોટમાં હાલ સાતમ આઠમના તહેવારને લઈને ઠેર ઠેર લોકોમેળાનું આયોજન થયું છે. ઠેર ઠેર યોજાયેલા લોકમેળામાં વિવિધ રાઈડ્સ આમ તો આકર્ષણનું કેન્દ્ર હોય છે. નાના બાળકો અને યુવકો માટે અહીં અલગ અલગ રાઈડ્સ પણ જોવા મળતી હોય છે. ત્યારે એક બ્રેક ડાન્સ નામની રાઈડ્સમાં દુર્ઘટના સર્જાઈ હતી. બ્રેક ડાન્સ રાઈડ્સની મજા માણી રહેલા યુવક સાથે દુર્ઘટના સર્જાઈ હતી. યવુક ધડામ લઈને રાઈડ્સમાંથી નીચે પટકાયો હતો. જે બાદ તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ અહીં અફરા તફરી સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનું આયોજન થયું છે. આ દરમિયાન એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. યુવક નીચે પટકાયો હોવાનું ધ્યાનમાં આવી જતાં સંચાલકે રાઇડ બંધ કરી દીધી અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં યુવકે રાઇડની મજા માણતો જોઈ શકાય છે. જોકે, આ દરમિયાન તે અચાનક ઊછળીને રાઇડમાંથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ગોંડલમાં ખુલ્લો મુકાયેલ લોકમેળો 7 દિવસ ચાલશે. તેમા લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. આ લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મેળામાં પીઆઈ, પીએસઆઈ, એસઆરપી જવાનો સહિતના 100થી વધુ પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.

આ પણ વાંચો:શેખ હસીના આવશે ભારત પ્રવાસે, PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત; આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો: 217 નિર્દોષોનો હત્યારો અલ કાયદાનો આ આતંકવાદી હવે જેલમાંથી થશે ‘મુક્ત’,

આ પણ વાંચો:સોમાલિયામાં મુંબઈ જેવો હુમલો, 12ના મોત, આતંકીઓએ હોટેલ હયાત પર કર્યો કબજો