ગાંધીનગરના પેથાપુરથી મળેલા શિવાંશના કેસમાં તેના પિતા સચિન દિક્ષિતને પોલીસે પરિવાર સાથે રાજસ્થાનના કોટાથી ઝડપી લીધા બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. સચિન તથા તેની પત્ની આરાધના એમ બન્નેને સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી છે, જોકે, તેમાં પાડોશીની જેમ જ સચિનની પત્ની પણ બાળક તથા પતિના અન્ય પ્રેમ સંબંધોની વાતને લઈને અજાણ હોવાનું જણાવી રહી છે. આ મામલે પોલીસને સચિનની પૂછપરછમાં આ બાળકની માતા કોણ છે તે અંગે માહિતી મળી હોવાનો મોટો ખુલાસો થઈ રહ્યો છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું ખોલસો થયો છે. સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે, તે વડોદરાની રહેવાસી છે.
આ પણ વાંચો :શિવાંશની માતાનું મૂળ વડોદરામાં, કંપનીમાં પિતા સચિન સાથે કામ કરતી હોવાની શંકા
શિવાંશના પિતા સચિનના આરાધના સાથે લગ્ન થયા બાદ મહેંદી સાથે સંબંધ હતો જેના થકી શિવાંશનો જન્મ થયો છે. હાલ શિવાંશની માતાની તસવીર સામે આવી છે. તસવીરમાં શિવાંશ તેની માતા સાથે જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શિવાંશ નામનું બાળક શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે પેથાપુર સ્વામિનારાયણ ગૌ શાળાના સેવકને મળી આવ્યું હતું. આ પછી ગુરુકુળના સ્વામીએ પોલીસને બાળક મળ્યું હોવાની વાત કરી હતી. બાળકનો હસમુખો ચહેરો જોઈને તેને સ્મિત નામ આપવામાં આવ્યું હતું. આ પછી રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ ઝડપી સર્ચ ઓપરેશન હાથ ધરીને સીસીટીવીમાં દેખાયેલી સેન્ટ્રો કારના આધારે તપાસ કરતા પોલીસને મોટી સફળતા ગઈકાલે મળી હતી. પોલીસ સચિન દિક્ષીત તથા તેની પત્ની આરાધનાને લઈને ગાંધીનગર પહોંચી હતી અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટમાં ઘરકંકાસથી કંટાળી માતાએ સંતાનો સાથે કર્યો આપઘાત
આ પણ વાંચો :ગાંધીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હોટલકર્મીની કરી હત્યા
સચિન દિક્ષીતનું ઘર ગાંધીનગરમાં સેક્ટર-26માં આવેલા ગ્રીન સિટીમાં આવેલું છે. સચિન અહીં 10 વર્ષથી પોતાના પરિવારની સાથે જ રહે છે. પરંતુ પાડોશીઓને પણ આ બાળક વિશે કોઈ માહિતી નથી, તો રિપોર્ટ્સ મુજબ પોલીસની પૂછપરછમાં સચિનની પત્નીએ પણ બાળક વિશે કશું જ જાણતી ન હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો :નવરાત્રીના ગરબા જોઇને આવી રહેલા આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં ફેલાયો ગમગીનીનો માહોલ