ગુજરાત/ રાજકોટ નકલી નોટ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે પાંચ શખ્શોની કરી ધરપકડ

રાજકોટની બજારમાં નકલી નોટ ફરતી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. શહેરની ખાનગી બેન્કમાં રૂપિયા 500ના દરની નકલી નોટ જમા થઈ હોવાની ફરિયાદ થઈ હતી.

Gujarat Rajkot
નકલી નોટ

રાજકોટની બજારમાં નકલી નોટ ફરતી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. શહેરની ખાનગી બેન્કમાં રૂપિયા 500ના દરની નકલી નોટ જમા થઈ હોવાની ફરિયાદ થઈ હતી. જે બાદ નોટ જમા કરનાર સંદીપ સાપરીયા નામના પુરુષની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેણે આંગડિયા પેઢીમાંથી નોટ મેળવ્યાનું જણાવ્યું. આંગડિયા પેઢીમાં જઈને પૂછપરછ કરતાં આ નોટ ભરત ઉર્ફે કિશોર બોરીચા દ્વારા જમા કરાવ્યાનું સામે આવતાં તેની અટકાયત કરવામાં આવી.

કિશોર બોરીચાએ રાજકોટ અને જામનગરની આંગડિયા પેઢીમાં પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ જમા કરાવ્યાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઊઠી. નકલી ચલણી નોટ બજારમાં ફરતી કરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કાવતરું જણાતાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીમાં નુકસાન જતાં આરોપીઓએ નકલી નોટો ફરતી કરવાના રવાડે ચડ્યા હતા. જે શખ્સ પાસેથી નકલી નોટો મેળવવામાં આવી હતી તેને દબોચી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

તપાસમાં સામે આવ્યું કે જે શખ્સે બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા હતા તે શખ્સ પાસે આંગડિયા પેઢીમાંથી નકલી નોટો આવી હતી. જે બાદ પોલીસે આંગડિયા પેઢીમાં તપાસ કરી હતી. આંગડિયા પેઢીમાંથી જાણવા મળ્યું કે ભરત બોરિચા નામનો શખ્સ આ રૂપિયા જમા કરાવી ગયો હતો. જેના આધારે પોલીસે ભરત બોરિચાના નામના શખ્સની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે સમગ્ર ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ કરી છે. જામનગર, રાજકોટથી અઢી લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. પોલીસની એક ટીમ તપાસ માટે પુણે પહોંચી છે. કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે? નોટો ક્યાં છપાતી હતી ? આ તમામ સવાલોનો જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:બોટાદ પોલીસે દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, એક શખ્સની ધરપકડ

આ પણ વાંચો:હજીરાથી તરંગ પોસ્ટ ડાક વહન સેવા શરૂ, સંચાર રા.મંત્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો:IPS સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના 600 વખત લોકેશન ખાનગીરીતે મોકલ્યા