Not Set/ પાટણનાં અહમદચાચાનો અનોખો દેશપ્રેમ જોઇ તમે પણ કહેશો કે સાચાઅર્થમાં આ છે દેશભક્તિ

સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભરનાં લોકોએ ખૂબ ધામધૂમથી કરી હતી. બધા અલગ અલગ અંદાજમાં દેશની આઝાદીનાં દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્યારે ખે એવા શખ્સ પણ છે કે જેમનો દેશપ્રેમ જોઇ તમે કહેશો વાહ, આને કહેવાય સાચાઅર્થમાં દેશભક્તિ. પાટણનાં કાયણ ગામમાં 86 વર્ષીય અહેમદચાચા છેલ્લા 19 વર્ષથી પોતાના ઘરની છત પર રાષ્ટધ્વજને લહેરાવી સલામી આપે […]

Gujarat Others
PATAN124 પાટણનાં અહમદચાચાનો અનોખો દેશપ્રેમ જોઇ તમે પણ કહેશો કે સાચાઅર્થમાં આ છે દેશભક્તિ

સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભરનાં લોકોએ ખૂબ ધામધૂમથી કરી હતી. બધા અલગ અલગ અંદાજમાં દેશની આઝાદીનાં દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્યારે ખે એવા શખ્સ પણ છે કે જેમનો દેશપ્રેમ જોઇ તમે કહેશો વાહ, આને કહેવાય સાચાઅર્થમાં દેશભક્તિ. પાટણનાં કાયણ ગામમાં 86 વર્ષીય અહેમદચાચા છેલ્લા 19 વર્ષથી પોતાના ઘરની છત પર રાષ્ટધ્વજને લહેરાવી સલામી આપે છે.

એક એવી વ્યક્તિ કે જેણે આઝાદી બાદ સૈન્યમાં જરૂર પડી ત્યારે ત્રણ વર્ષ માટે ભારતીય ફોજમાં તેઓ જોડાયા હતા. તે સમયથી પ્રેરણા મળતા અહમદચાચા દરરોજ પોતાના મકાન ઉપર નિયમિત તિરંગો લહેરાવી સલામી આપે છે. દેશભરમાં ખાસ કરીને 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીની દેશવાસીઓ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે પરંતુ વર્ષની અંદર 365 દિવસ તિરંગાને લહેરાવી દેશપ્રેમ છલકાવતા અહેમદચાચાએ એક અનોખી મિશાલ લોકો સમક્ષ રજૂ કરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાત કરતા અહમદચાચાએ કહ્યુ કે, હુ છેલ્લા 19 વર્ષથી આ રીતે તિરંગો લહેરાવુ છુ. તેમણે વધુમાં કહ્યુ કે, તિરંગો લહેરાવવાની મારી આ શરૂઆતને મારી સંતાનો પણ આગળ વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.