સુરેન્દ્રનગર/ ધીંગડા ગામ નજીક રિક્ષા ચાલક કાબુ ગુમાવતા રિક્ષા ખાળિયામા ખાબકી

ધીંગઙા ગામ નજીક રિક્ષા ચાલક કાબુ ગુમાવતા રિક્ષા ખાળિયામા ખાબકી. ભારે જહેમત બાદ લોકોની મદદ થી બગોદરા 108 ટીમે દર્દીને સુરક્ષિત બહાર કાઢ્યા

Gujarat
8 10 ધીંગડા ગામ નજીક રિક્ષા ચાલક કાબુ ગુમાવતા રિક્ષા ખાળિયામા ખાબકી

ધીંગઙા ગામ નજીક રિક્ષા ચાલક કાબુ ગુમાવતા રિક્ષા ખાળિયામા ખાબકી. ભારે જહેમત બાદ લોકોની મદદ થી બગોદરા 108 ટીમે દર્દીને સુરક્ષિત બહાર કાઢ્યા.

આજ રોજ ધીંગઙા ગામ નજીક અમદાવાદ થી ધંધુકા પોતાના અંગત સગાની અંતિમવિધીમા જઈ રહેલા ઈસુફ ભાઈ ઈસ્માઈલભાઈ મોદઙ અને રિક્ષાચાલક ફકીર મોહમ્મદ ઈબ્રાહીમભાઈ રિક્ષા પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે  રિક્ષા ખાળિયા મા ખાબકી ગઇ હતી. અકસ્માત જોતા  ધીંગઙા ગામ નજીક લોકોએ 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો હતો.

બગોદરા 108 ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ રાહુલભાઈ કોલાદરા ઝડપથી ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોકોની ભારે ભીડ હતી અને રિક્ષાચાલક હજુ પણ ફસાયેલા હતા. પોતાની સુજબુઝથી અને  ભારે જહેમત બાદ દર્દીને ગામ લોકોની મદદથી ચેન બનાવી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.  દર્દી ને માથાના અને પગના ભાગે ગંભીર ઈજા થઇ હતી.  જો કે તેમને એમ્બ્યુલન્સ મા જ જરુરી પ્રાથમિક સારવાર આપી નજીક ની બગોદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.