વડોદરા
અમદાવાદ બાદ વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પરંતુ ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા કર્યા વગર ફક્ત નાગરિકોને દંડવા તે કેટલા યોગ્ય છે તે એક સવાલ ઉભો થયો છે.
છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે. જેમાં ૫૦ થી ૬૦ પોલીસ જવાન અને અધિકારીઓ એકત્ર થઇને વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવે છે અને ટ્રાફિક નિયમનો ભંગ થાય તો દંડ વસુલે છે.
હાલમાં જ હાઈકોર્ટના સુચન બાદ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલૌતએ કડક સુચના આપી હતી કે, મોલના સંચાલકો પાર્કિંગ ફ્રી કરે પરંતુ મોટાભાગના મોલ ધ્વારા હજુ પણ પાર્કિંગ ફી ઉઘરાવવામાં આવી રહી છે. હજુ ગઈ કાલે જ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે શહેરના ઇન ઓર્બીટ મોલ કે જ્યાં વિરોધ થયો હોવા છતાં પાર્કિંગ ફી વસુલાય હતો.
ત્યાં બહાર મોટી સંખ્યામાં કાર ચાલકો પોતાની કાર પાર્ક કરી જતા રહ્યા હતા જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈને પોલીસે તમામ કારને લોક મારી દેવામાં આવ્યું હતું અને દંડ વસુલવામાં આવ્યો હતો.
ઉપરાંત શહેર પોલીસ ધ્વારા આધુનિક હાઈડ્રોલિક ટોઈંગ ક્રેન લાવવામાં આવી છે જેનાથી કાર ટોઈંગ કરાય છે. આ ક્રેનમાં કેમેરા પણ છે અને વાહનો ઉપાડતી વખતે વાહનોને નુકસાન પણ થતું નથી.