Not Set/ અ’વાદ: દિલ્હી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં ફટાકડાનો કાળો કારોબાર, કઈ રીતે થાય છે જનતા સાથે ચેડાં, જુવો

અમદાવાદ, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં  દિવાળીનો તહેવાર આવતા જ ફટાકડાના વેપારનો રાફડો ફાટી નીકળતો  હોય છે. ત્યારે  શુ તમે જાણો છો કે તમારા વિસ્તારમાં તમારી આસપાસમાં વેચાતા ફટાકડા કેટલુ ગંભીર સ્વરૂપ લઇ  શકે છે. અમદાવાદના દિલ્લી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં હોલસેલ અને રીટેલમાં ફટાકડાની અનેક દુકાનો આવેલી છે. મંતવ્ય ન્યૂઝની ટીમ આ  વેપારીઓના ત્યા […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
mantavya 494 અ’વાદ: દિલ્હી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં ફટાકડાનો કાળો કારોબાર, કઈ રીતે થાય છે જનતા સાથે ચેડાં, જુવો

અમદાવાદ,

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં  દિવાળીનો તહેવાર આવતા જ ફટાકડાના વેપારનો રાફડો ફાટી નીકળતો  હોય છે. ત્યારે  શુ તમે જાણો છો કે તમારા વિસ્તારમાં તમારી આસપાસમાં વેચાતા ફટાકડા કેટલુ ગંભીર સ્વરૂપ લઇ  શકે છે.

અમદાવાદના દિલ્લી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં હોલસેલ અને રીટેલમાં ફટાકડાની અનેક દુકાનો આવેલી છે. મંતવ્ય ન્યૂઝની ટીમ આ  વેપારીઓના ત્યા પહોંચી ત્યારે  જાણવા  મળ્યુ કે, વેપાર કરતા વેપારીઓ પાસે નથી કોર્પોરેશનની પરમીશન, નથી તેમની પાસે કોઈ પણ પ્રકારની પરમીશન. કોઈ પણ વેપારી પાસે PESOની પરમીશન પણ લીધેલી  નથી. ઘણા  વેપારીઓ તો વર્ષોથી  કોર્પોરેશનની પરમીશન વગર જ આ રીતે બિન્દાસ્ત વેપાર કરે છે. તો આટલા વર્ષોથી આ ફટાકડાનો વેપાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે તે પણ એક સવાલ છે.

ફાયર સેફ્ટીની વાત કરીએ તો દિલ્હી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં  ફટાકડા વેચતા હોલસેલના વેપારીઓના ત્યાં ફાયર સેફ્ટી મુકવામાં આવી છે. પરંતુ તમને જોઈને આશ્ચર્ય થશે . ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં ફાયર સેફ્ટી ઓટોમેટીક વાલ્વ કનેકશન તો મુકવામાં આવ્યા છે. પરંતુ સેફ્ટી ઓટોમેટીક વાલ્વને દુકાનના પંખા  જોડે બાંધી દેવામાં આવ્યો છે.

સેફ્ટીવાલ્વ બંધ હાલતમાં છે. તો ઘણા  સેફ્ટીવાલ્વ તુટેલી હાલતમાં છે. ગોડાઉનની અંદર પણ સેફ્ટીવાલ્વ  લગાવ્યા હોવા છતાં  તેને બંધ કરી દેવામાં આવ્યા છે. ફાયર બ્રીગેડની ટીમ દ્વારા  દર વર્ષે ફટાકડાના વેપારીઓના ત્યા ફાયર સેફ્ટીને લગતી તમામ વસ્તુઓ  ચેક કરવામાં આવે છે . તેમછતાં  વેપારીઓના ત્યા બંધ, તુટેલી  અને બિનઉપયોગી  હાલતમાં જોવા મળી રહ્યા છે . તો પછી  આના માટે જવાબદાર  કોણ? ફાયર બ્રીગેડના અધીકારીઓ કે પછી વેપારીઓ પોતે?

દીલ્લી દરવાજા અને કાલુપુર વિસ્તારમાં આવેલ તમામ દુકાનના વેપારીઓના ત્યાં રેતી ભરેલી ડોલ કે થેલાઓ પણ મુકવામાં આવ્યા નથી. ઘણા  વેપારીઓ ધ્વારા તો એક્પાઈરી  ડેટ વાળા  ફટાકડા ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટની  ગાઈડલાઈનનો  છડેચોક ભંગ થઈ રહ્યો છે . કારણ કે સુપ્રીમ કોર્ટ ધ્વારા મીર્ચી બોમ્બ અને સુતળી  બોમ્બ  જેવા ધ્વની અને વાયુ પ્રદુષણ ફેલાવતા  ફટાકડાના વેચાણ   પર પ્રતિબંધ  મુકવમાં આવ્યો છે તેમ  છત્તા પણ ખુલ્લે આમ વેચાઈ રહ્યા છે. અને આમ લોકોના આરોગ્ય સામે ચેડા થઇ રહ્યા છે.