મોરબી પુલ હોનારત/ મોરબી દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ સામે થઇ શકે છે કાર્યવાહી, ફરિયાદમાં આરોપી તરીકે નામ ઉમેરવાની તૈયારીમાં પોલીસતંત્ર!

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીનો ઝૂલતો પુલ કાળ બનીને 136 લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે

Top Stories Gujarat
2 1 મોરબી દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ સામે થઇ શકે છે કાર્યવાહી, ફરિયાદમાં આરોપી તરીકે નામ ઉમેરવાની તૈયારીમાં પોલીસતંત્ર!
  • મોરબી હોનારત કેસમાં મોટી ખબર
  • દુર્ઘટના કેસમાં વધુ આરોપીઓનો થઇ શકે છે ઉમેરો
  • જયસુખ પટેલના નામનો થઇ શકે છે ઉમેરો
  • રિમાન્ડની દલીલમાં ઓરેવાના મેનેજરનું નિવેદન
  • જયસુખભાઈના કહેવાથી કોન્ટ્રાક્ટર પ્રકાશને કામ સોંપાયું
  • દુર્ઘટનાના દિવસે 2000થી 2500 ટિકિટ વેચાઈ

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીનો ઝૂલતો પુલ કાળ બનીને 136 લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે. આ ઉપરાંત સરકારે પણ સ્પેશિયલ ટીમ બનાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે. આજે આ તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે પાંચ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યાં જ ચાર આરોપીઓને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલાયા છે.આ કેસમાં વધુ આરોપીઓનો ઉમેરો થઇ શકે છે. આ કેસમાં જયસુખ પટેલનો આરોપી તરીકે નામ  ઉમેરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલેવના કહેવાથી કોન્ટ્રાકટર પર્કાશને આ કામ સોંપવામાં આવ્યું હતું તેવું રિમાન્ડમાં આેરેવાના મેનેજરે કહ્યંું છે. આ દુર્ઘટનાના દિવસે ટિકિટ બે હજારથી વધુ ટિકિટ વેચાઇ હતી.