Covid-19/ તો શું આપણે કોરોના સામે મેળવી લીધી છે જીત? રાજ્યમાં આજે કોરોનાથી નથી થઇ એક પણ મોત

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ બની રહ્યો છે. ત્યારે ભારતમાં વિશ્વની સરખામણીએ કોરોના ઘણો કંટ્રોલમાં દેખાઇ રહ્યો છે.

Gujarat Others
PICTURE 4 181 તો શું આપણે કોરોના સામે મેળવી લીધી છે જીત? રાજ્યમાં આજે કોરોનાથી નથી થઇ એક પણ મોત
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 279
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,64,997
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 283
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,58,834
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1763

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર આજે પણ બની રહ્યો છે. ત્યારે ભારતમાં વિશ્વની સરખામણીએ કોરોના ઘણો કંટ્રોલમાં દેખાઇ રહ્યો છે. વળી તેમા જો ગુજરાતની વાત કરીએ તો અહી કોરોના જાણે બાય બાય કહી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં નોંધાયેલા કોરોનાનાં આજનાં એટલે કે શનિવારનાં આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે  નવા કેસની સંખ્યા 279 નોંધવામાં આવી છે. વળી જો કોરોનાનાં કારણે મોતનો આંક આજે 0 છે, જે રાજ્યમાં એક સારા સંકેત હોવાનુ જાહેર કરે છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 00 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું સુખદ રીતે નોંધવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં કોરોનાનાં કુલ કેસનાં આંકડાની વાત કરીએ તો તે 2,64,997 પર પહોંચી ગયો છે. વળી આજે એક પણ મોત નથતી થઇ, જે એક રીતે કોરોના સામે જીત મેળવ્યા બરાબર છે.  આપને જણાવી દઇએ કે, રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 283 છે. જ્યારે કુલ ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,58,834 પર પહોંચી ગઇ છે. વળી રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,763 છે. એક રીતે કહી શકાય કે રાજ્યની જનતાએ આ કોરોનાને માત આપી દીધી છે. જો કે હજુ પણ આ વાયરસ આપણા જીવનથી ચાલ્યો ગયો નથી, માટે સાવધાની રાખવી અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન કરવુ દરેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે.

adjourned / લોકસભાની કાર્યવાહી 8 માર્ચ સુધી મુલતવી, ભારે હોબાળા સભર રહ્યું સત્ર

Election / થાનગઢ કોંગ્રેસને મોટો ઝટકો, તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર કોંગ્રેસ આઉટ

Gujarat: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં FIRE સેફ્ટીનાં અભાવે 8 જેટલા જિમને કરાયા સીલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ