Not Set/ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ, ભીલોડા-મોડાસામાં 24 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લીના મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ભીલોડા અને મોડાસા પંથકમાં 24 કલાક દરમિયાન 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જે બાદ નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સાથે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે […]

Top Stories Gujarat Others
aaam ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ, ભીલોડા-મોડાસામાં 24 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લીના મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

ભીલોડા અને મોડાસા પંથકમાં 24 કલાક દરમિયાન 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જે બાદ નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સાથે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે વાત્રક ડેમમાં પાણીની આવક વધી છે.જેના કારણે વાત્રક ડેમમાં જળસપાટી 128.47 મીટર પહોંચી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસશે. આગામી 48 કલાક દરમિયાન દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.