Festival/ આજે વાસી ઉત્તરાયણે કેવો રહેશે પવન? શું કહે છે હવામાન વિભાગની આગાહી?

ઉત્તરાયણની મજા બાદ આજે વાસી ઉત્તરાયણની મજા લેવા લોકો તૈયાર છે. ગઇ કાલે ઉત્તરાયણમાં સારો પવન હતો, ત્યારે આજે પવનની ગતિ કેવી રહેશે તે જોવાનુ રહ્યુ….

Ahmedabad Gujarat
sssss 1 આજે વાસી ઉત્તરાયણે કેવો રહેશે પવન? શું કહે છે હવામાન વિભાગની આગાહી?

ઉત્તરાયણની મજા બાદ આજે વાસી ઉત્તરાયણની મજા લેવા લોકો તૈયાર છે. ગઇ કાલે ઉત્તરાયણમાં સારો પવન હતો, ત્યારે આજે પવનની ગતિ કેવી રહેશે તે જોવાનુ રહ્યુ. પવનની ગતિ અંગે હવામાન વિભાગનું કહેવુ છે કે, આજે દિવસભર આકાશમાં સારો પવન રહેશે. આજે આપને દિવસભર આકાશમાં પતંગોનું યુદ્ધ જોવા મળશે.

આપને જણાવી દઇએ કે, આજે વાસી ઉત્તરાયણનાં દિવસે પવન સારો રહેશે અને પતંગ પ્રેમીઓ પતંગ ઉડાવવાની મજા માંણી શકશે. ખાસ કરીને આ દિવસોમાં લોકોનું ધ્યાન પવનની ગતિ પર હોય છે, કારણ કે જો સારો પવન હશે તો આ તહેવારની મજા માંણી શકાય છે. જો કે ગઇ કાલે પવનની ગતિ સારી હતી. લોકોએ ખૂબ પવન ઉડાવી આનંદનો અનુભવ કર્યો હતો. આજે પણ પવન સારો રહેશે ત્યારે ખાસ કરીને અમદાવાદીઓ માટે આ સૌથી મોટા અને સારા સમાચાર છે.

ઉત્તરાયણને મકરસંક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે આ દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલે આને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે. ત્યારે આ તહેવાર મનાવવામાં આવે છે તેથી આ દિવસે સૂર્ય પૂજા પણ કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતની ઉત્તરાયણને હવે આંતરરાષ્ટ્રીય તહેવારનો દરજ્જો મળી ચૂક્યો છે અને એથી જ ગુજરાતનાં વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતનાં મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરનું કરોડો રૂપિયાનું પતંગબજાર છે. આ એવો સીઝનલ ધંધો છે જેમાંથી વેપારી ટૂંકા ગાળામાં સારી આવક મેળવી લે છે. એમાં પણ અમદાવાદની ઉત્તરાયણનું તો પૂછવું જ શું? અમદાવાદીઓ ઊંધિયું અને જલેબીનાં સ્વાદ સાથે ઉત્તરાયણની મજા માણે છે. ગુજરાતનાં અન્ય શહેરોમાંથી ઘણાં લોકો ઉત્તરાયણ કરવા ખાસ અમદાવાદ આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો