Not Set/ ભાજપની મુશ્કેલી વધારી રહ્યો છે હાર્દિક

બીજા તબક્કામાં 93 બેઠકો માંથી 62 બેઠક પર હાર્દિક ફેક્ટર કામ કરી રહ્યુ છે. 93 બેઠકોનું કાઉંટ ડાઉન શરૂ થયું છે. આ બેઠકો કોંગ્રેસ માટે વધારે આશા ઊભી કરી રહી છે. અને ભાજપ માટે નિરાશા ઊભી કરી રહી છે. બીજા તબક્કાની ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની ત્રિપુટી ત્રણ એક્કા સાબિત થશે. 93 […]

Gujarat
HARDIK ભાજપની મુશ્કેલી વધારી રહ્યો છે હાર્દિક

બીજા તબક્કામાં 93 બેઠકો માંથી 62 બેઠક પર હાર્દિક ફેક્ટર કામ કરી રહ્યુ છે. 93 બેઠકોનું કાઉંટ ડાઉન શરૂ થયું છે. આ બેઠકો કોંગ્રેસ માટે વધારે આશા ઊભી કરી રહી છે. અને ભાજપ માટે નિરાશા ઊભી કરી રહી છે. બીજા તબક્કાની ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની ત્રિપુટી ત્રણ એક્કા સાબિત થશે. 93 બેઠક પર આ ત્રિપુટીનો ખુબ સારો પ્રભાવ છે. અલ્પેશ અને જિજ્ઞેશ તો તેની પોતાની બેઠક પર ચૂંટણીમાં રોકાયેલાં હોવાથી હવે તે બહાર નિકળી શકતા નથી. પણ હાર્દિક પટેલ પોતે બહાર ફરીને ભાજપની મુશ્કેલી વધારી રહ્યો છે. ગઈકાલે તેમણે ચાણાસ્મા – મહેસાણા બેઠક વચ્ચે કરેલી સભામાં એક લાખ લોકો આવ્યા હોવાનો તેમનો દાવો ભાજપ માટે ભારે પડી રહ્યો છે. અમદાવાદની હાર્દિકની સભામાં પણ વિશાળ જનમેદની ઉમટી રહી છે. હાર્દિકનો પ્રભાવ 62 બેઠકો પર છે. સરકાર બનાવવામાં આ બેઠકો કોંગ્રેસને ઉપયોગી બની શકે તેમ છે. દેશના તમામ ટોચના નેતાઓ કરતાં હાર્દિકની સભામાં મોટી સંખ્યામાં દરેક જ્ઞાતિના લોકો આવી રહ્યાં છે. તેથી તેની અસર માત્ર પાટીદાર પુરતી ન રહેતાં સર્વજ્ઞાતિ બની ગઈ છે.