પ્રજાસત્તાક દિન પરેડમાં પસંદગી મેળવવા રાજયમાંથી 40 હજાર છાત્રોએ ભાગ લીધો હતો
સોમનાથ(વેરાવળ) ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા જશે
લીંબડી સખિદા કોલેજનો વિદ્યાર્થી સોમનાથ(વેરાવળ) ખાતે તા.26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનાર રાજ્યકક્ષાના ધ્વજવંદનની પરેડમાં ભાગ લેવા માટે રાજયમાંથી પ્રથમ પસંદગી પામ્યો છે. સ્ટેટ રિપબ્લિક ડે પરેડમાં પ્રથમ પસંદગી મેળવનાર વિદ્યાર્થીએ ગુજરાતમાં લીંબડી સખિદા કોલેજનું ગૌરવ વધાર્યું છે.
સોમનાથ(વેરાવળ) ખાતે તા.26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજયકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. સ્ટેટ રિપબ્લિક ડે નિમિત્તે આયોજિત પરેડમાં પસંદગી મેળવવા રાજયમાંથી 40 હજાર છાત્રોએ ભાગ લીધો હતો. જેમાંથી ચુડા તાલુકાના જોબાળા ગામનો અને લીંબડી સખિદા કોલેજમાં અભ્યાસ કરતો મોન્ટુ લાલજીભાઈ ધલવાણીયા ગુજરાત સ્ટેટ NSS સેલમાંથી રાજય લેવલની પરેડમાં પ્રથમ પસંદગી પામ્યો હતો.
રાજ્યકક્ષાની પરેડમાં સિલેક્શન માટે મોન્ટુ ધલવાણીયાએ તા.10થી 22 ઓક્ટોબર-21 દરમિયાન મહારાષ્ટ્રના જવગાંવ ખાતે પ્રિ.આર.ડી કેમ્પમાં આકરી ટ્રેનિંગ લીધી હતી. સ્ટેટ રિપબ્લિક ડે પરેડ માટે રાજયભરથી 18 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. રાજય લેવલની પરેડમાં પ્રથમ પસંદગી પામનાર NSS લીડર મોન્ટુ ધલવાણીયાને લીંબડી સખિદા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એસ.જી.પુરોહીત, સી.બી.જાડેજા, NSS પ્રોગ્રામ ઓફિસર કે.વી.ભેસાણીયાએ શુભેચ્છા પાઠવી હતી.