Not Set/ મહારાષ્ટ્ર/  એનસીપીના ધારાસભ્ય રાતના અંધારામાં હોટલથી ભાગ્યા, તો શિવસેનાના નેતાઓ પકડીને લાવ્યા પાછા

શનિવારે સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક થયેલા મોટા ઉછાળાથી રાજકીય પક્ષોને આંચકો લાગ્યો છે. શુક્રવારે સવારે નાટકીય રીતે દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવારના શપથ ગ્રહણ થયા બાદ મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે. તે જ સમયે, વિરોધી પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ફડણવીસ સરકારને 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. […]

Top Stories India
7192Maharashtra NCP MLAs run from hotel in the dark of night Shiv Sena leader caught મહારાષ્ટ્ર/  એનસીપીના ધારાસભ્ય રાતના અંધારામાં હોટલથી ભાગ્યા, તો શિવસેનાના નેતાઓ પકડીને લાવ્યા પાછા

શનિવારે સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક થયેલા મોટા ઉછાળાથી રાજકીય પક્ષોને આંચકો લાગ્યો છે. શુક્રવારે સવારે નાટકીય રીતે દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવારના શપથ ગ્રહણ થયા બાદ મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે. તે જ સમયે, વિરોધી પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ફડણવીસ સરકારને 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે.

આ દરમિયાન એવા સમાચાર છે કે એનસીપીના ધારાસભ્ય સંગ્રામ જગતાપ શનિવારે મોડી રાત્રે હોટલની બહાર આવ્યા હતા એમ કહીને કે તેઓ ફરવા જઇ રહ્યા છે, પરંતુ આ દરમિયાન તેમની કાર પણ ત્યાં પહોંચી ગઈ હતી. આ જોઈને શિવસેનાના નેતાઓ તેમને પાછા હોટલની અંદર લઈ ગયા. ઉલ્લેખનીય છે કે એનસીપીએ પવઈમાં હોટેલ રેનાઇન્સમાં તેના ધારાસભ્યોને ઉતારો આપ્યો છે.

શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું કહેવું છે કે હોર્સ ટ્રેડીંગ ની બીકે તેઓએ તેમના ધારાસભ્યોને હોટેલમાં ઉતારો આપ્યો છે. એનસીપીએ તેમની સાથે મળીને 144 થીવધુ ધારાસભ્યોનો દાવો કરતા કહ્યું છે કે, અજિત પવાર પાસે માત્ર 2-3 ધારાસભ્યો જ છે. અચાનક જ સરકારની રચનાનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે જ્યાં રવિવારે સવારે 11.30 વાગ્યે સુનાવણી થવાની છે.

બીજી તરફ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ શનિવારે સાંજે મહારાષ્ટ્રમાં રાજકીય વિકાસ ઝડપથી બદલાયા બાદ મુંબઈની એક હોટલમાં તેમના પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે આઠ વાગ્યે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા. એનસીપીના પ્રમુખ શરદ પવારના બળવાખોર ભત્રીજા અજિત પવારે પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

ત્યારબાદ એનસીપીએ એમ કહીને પ્રતિક્રિયા આપી કે ભાજપ અને અજિત પવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હશે પરંતુ તેઓ બહુમતી સાબિત કરી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.