Not Set/ ભાજપમાં સંગઠનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર,કોર કમિટીની મળી મિટિંગ,અધ્યક્ષ નડ્ડાએ વાઘાણી-રૂપાણી સાથે કરી મુલાકાત

ભાજપમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે પક્ષમાં મોટા ફેરફારો થઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ  ગાંધીનગરમાં સીએમ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠક યોજી સરકાર અને સંગઠનમાં શું ચાલી રહ્યુ છે તે અંગે ચર્ચા કરી હતી.એ સિવાય ભાજપની કોર કમિટીની બેઠક પણ મળી હતી. 2020 સાલમાં આવી રહેલી સ્થાનીક ચૂંટણીઓ પહેલા […]

Top Stories Gujarat
amahi 4 ભાજપમાં સંગઠનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર,કોર કમિટીની મળી મિટિંગ,અધ્યક્ષ નડ્ડાએ વાઘાણી-રૂપાણી સાથે કરી મુલાકાત

ભાજપમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે પક્ષમાં મોટા ફેરફારો થઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ  ગાંધીનગરમાં સીએમ હાઉસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠક યોજી સરકાર અને સંગઠનમાં શું ચાલી રહ્યુ છે તે અંગે ચર્ચા કરી હતી.એ સિવાય ભાજપની કોર કમિટીની બેઠક પણ મળી હતી.

2020 સાલમાં આવી રહેલી સ્થાનીક ચૂંટણીઓ પહેલા મળેલી આ બેઠકમાં સંગઠનને લગતા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.એવું માનવામાં આવે છે કે ડિસેમ્બર સુધીમાં પ્રદેશ પ્રમુખની વરણી થશે.

અમદાવાદની મુલાકાતે આવેલાં ભાજપના  અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પણ મુલાકાતે કરી હતી. આ મુલાકાત વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતાં. વાઘાણીના નિવાસસૃથાને ભોજન લીધા બાદ યોજાયેલી આ બેઠકમાં પ્રદેશના સંગઠનને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતની રાજકીય પરિસિૃથતીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કયા પ્રકારે ફેરફાર કરી શકાય તે દિશામાં ચર્ચા થઇ હતી.  આ મુલાકાત બાદ જે.પી.નડ્ડા સીધા જ સીએમ હાઉસ પહોંચ્યા હતાં.જ્યાં તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલાયદી બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ સરકાર અને સંગઠનની વર્તમાન સિૃથતી પર ચર્ચા કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ તરફ,રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી.સતીષ પણ ગુજરાતની મુલાકાતે છે. તેઓ પણ જિલ્લા પ્રમુખોના નામને લઇને પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે.સંગઠનમાં મુદ્દે માહિતી લઇને તેઓ દિલ્હીમાં હાઇકમાન્ડને રિપોર્ટ સોંપશે ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામ પર આખરી મહોર વાગશે.  આમ,પ્રદેશ સંગઠનને લઇને દોર ચાલી રહ્યો છે.

ભાજપમાં દર ત્રણ વર્ષે સંગઠન પર્વ ઉજવાય છે જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને જિલ્લા સ્તરે પ્રમુખોની વરણી થતી હોય છે.હાલ ચાર ઝોન પ્રમાણે ત્રણ ત્રણ

સભ્યોની નિરિક્ષકની ટીમ બનાવવામાં આવી છે.આ ટીમ હાલ જિલ્લા સ્તરે સેન્સ લેવાનું કામ કરે છે.ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તમામ જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ નામ પર મહોર વાગી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.