હવામાન વિભાગ/ ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28મીએ વરસાદ પડશે. 

Top Stories Gujarat
હવામાન ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
  • રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
  • ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે
  • 28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પડી શકે છે માવઠું
  • બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરાદ માટે આગાહી
  • 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
  • 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી
  • વરસાદી સિસ્ટમ હટતા ઠંડીનો ચમકારો રહેશે
  • નવા વર્ષની શરૂઆતથી જ કાતિલ ઠંડી પડશે

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28મીએ વરસાદ પડશે.  રાજ્યમાં આગામી 28 ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, જિલ્લામાં પાલનપુર,થરાદ, ડીસા, વિગેરે જગ્યાઓ પર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણ રહેશે.

રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેતા અને વરસાદની સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે. નવા વર્ષમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

તો બીજી બાજુ ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. જિલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે. એવામાં આવાં વાતાવરણના કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ હતી. જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરવાની કૃષિ સંશોધકે સલાહ આપી છે.

પૌરાણિક કથા / રાવણે દેવી સીતાને મહેલમાં રાખવાને બદલે અશોક વાટિકામાં કેમ રાખ્યા? આ હતું કારણ

Life Management / ખેડૂતે છોકરાને નોકરી પર રાખ્યો, છોકરાએ કહ્યું “જ્યારે જોરદાર પવન ફૂંકાશે, ત્યારે હું સૂઈશ”…તેનો અર્થ શું હતો?

Life Management / જ્યારે શેઠે પ્રશ્ન પૂછ્યો ત્યારે સંતે કહ્યું, “હું તમને જવાબ આપવા નથી આવ્યો”