દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,100 નવા કેસ નોંધાયા છે જેમાં કુલ 275ના મોત થયા છે. તો બીજી તરફ એક્ટિવ કેસ વધીને 3.65 લાખને પાર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 28,699 નવા કેસ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ 132 નાગરિકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
તો બીજી તરફ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1730 નવા કેસ સામે આવ્યા છે.
મહાનગરોમાં નોધાયેલા કેસની વિગત
અમદાવાદ શહેરમાં નવા 502 કેસ નોંધાયા
સુરતમાં શહેરમાં નવા 476 કેસ નોંધાયા
વડોદરામાં શહેરમાં નવા 142 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં નવા 117 કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં 18 નવા કેસ નોંધાયા
જામનગર શહેરમાં નવા 23 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,90,379પર પહોચી છે. છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે.
24 કલાકમાં 1255 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ 8318એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,77,603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.