Surat/ મનપાના બે ઇજનેરોને કોરોના રસીના બે ડોઝ લીધા બાદ  પણ થયો કોરોના

સુરત મનપાના બે ઇજનેરોને કોરોના રસીના બે ડોઝ લીધા બાદ  પણ થયો કોરોના

Gujarat Surat Trending
corona 15 મનપાના બે ઇજનેરોને કોરોના રસીના બે ડોઝ લીધા બાદ  પણ થયો કોરોના

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઇરસ પોતાના અજગરી ભરડામાં  લઈ રહ્યું છે. હાલમાં રસીકરણ પ્રક્રિયા છે. છતાં રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે એક વિશિષ્ટ કેસ સામે આવ્યો  છે. જ્યાં કોરોના રસી લીધેલા મનપાના બે એન્જીનીયરને કોરોના થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત મનપાના 2 કર્મચારીઓને કોરાનાની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત બન્યા છે. પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના 2 ઇજનેરોને કોવિશિલ્ડ રસીના બે ડોઝ મુકવામાં આવ્યા હતા. અને રસી મુકાયાના પાંચ દિવસ બાદ બંને ઈજનેર કોરોના ગ્રસ્ત બન્યા છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરત સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા દૈનિક કેસની સંખ્યાના આંકમાં પણ મોટો વધારો જોવા  મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોરોના રસી લેવા છતાં મનપાના અધિકારીઓ કોરોનાસંક્રમિત બનતા ફફડાટ ફેલાયો છે.

કોરોના થનારા એક અધિકારીનું કહેવું છે કે, કોવિશિલ્ડનો પહેલો ડોઝ 28 જાન્યુ.એ લીધો હતો. બીજો ડોઝ 3 માર્ચે લીધો. 4 દિવસ પછી ખાંસી અને ગળામાં ઇન્ફેક્શન લાગતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઇલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાની શંકા છે

યુકેથી આવેલા લોકો પોતાની સાથે નવા પ્રકારના વાઇરસ લઈને સુરત આવી રહયા છે. આવા 30 લોકોની તપાસમાં 3 વ્યક્તિઓમાં નવા વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે, જેને પગલે પાલિકા દોડતું થઇ ગયું છે.