Not Set/ વલસાડ જીલ્લાની 19 હાજર 100 હેકટર ખેતીને ભારે પવન સાથે વરસાદની વ્યાપક નુકશાન

વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે ખેડુતો નો ઉભો ડાંગરનો  પાક  જમીનડોસ થતા  ખેડૂતો એ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે  ધરમપુર તાલુકા 70 થી વધુ ગામામાં 19હાજર 100 હેકટરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં પાક ને ભારે નુકસાન થયું છે ખેડૂતો નો ઉભો ડાંગર પાક પડી જતા ખેડૂતો દેવાદાર બની ગયા છે […]

Gujarat Others
2998fb5a6a85b2bb049a6c34835fabc8 વલસાડ જીલ્લાની 19 હાજર 100 હેકટર ખેતીને ભારે પવન સાથે વરસાદની વ્યાપક નુકશાન

વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ને કારણે ખેડુતો નો ઉભો ડાંગરનો  પાક  જમીનડોસ થતા  ખેડૂતો એ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે  ધરમપુર તાલુકા 70 થી વધુ ગામામાં 19હાજર 100 હેકટરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં પાક ને ભારે નુકસાન થયું છે ખેડૂતો નો ઉભો ડાંગર પાક પડી જતા ખેડૂતો દેવાદાર બની ગયા છે ત્યારે ધરમપુર તાલુકા ના ખેડૂતોએ સરકાર તથા વહીવટી તંત્ર સર્વે કરી ખેડૂતો ને સહાય કરે એવી લાગણી વ્યક્ત કરી રહયા છે 

વલસાડજિલ્લામાં વરસાદના વિલંબ બાદ મોટાભાગે જૂલાઇમાં ડાંગરની વાવણી અને રોપણીનું કામ પૂરૂ થઇ ગયું હતું.જેના પગલે ડાંગરના પાક પર નિર્ભર નાના સિમાંત ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યા હતા .અને જે પાક ખૂબ સારો ત્યાર થઈ ગયો હતો પરંતુ જાણે કુદરત જાણે એ મંજુર ન હોય એવું લાગુ રહ્યું છે જિલ્લામાં અચાનક આકાશમાં વાદળો છવાયા બાદ મોડી રાત્રિથી મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી થઈ હતી.આકાશમાં વિજળીના ચમકારા અને કડાકા વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો હતો . જેના પગલે જિલ્લાના શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા હતા.વાદળોની ઘરેરાટી વચ્ચે ઝિંકાયેલા વરસાદ સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતાં ખેડૂતો નો ઉભો ડાંગરનો પાક જમીન દોષ થઈ જતા ખેડૂતો દેવાદાર બની ગયા છે ખેતરો માં પાણી ભરવાને કારણે 10 થી 20 ટકા જેટલો ડાંગર નો પાક ખેતરો માંથી નિકરશે ત્યારે ડાંગર ના પાક પર નિર્ભરતા ખેડૂતો વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા સરકાર દ્રારા કોઈ સહાય મળે એવી લાગણી વ્યક્ત કરી રહયા છે 
 

ઓગષ્ટ અને સપ્ટેમ્બરના પ્રથમ 10 થી 12 દિવસ દરમિયાન ખેતી લાયક વરસાદ થયો હતો , ત્યારબાદ ઉઘાડ થતાં ડાંગરના પાકને વરાપ મળતાં પાકમાં કણી જામી ગઇ હતી દરમિયાન ગત સોમવારે મોડી રાત્રિથી જિલ્લામાં હવામાન બદલાતાં વિજળીના કડાકા ભડાકા શરૂ થયા બાદ તેજ પવનના સૂસવાટા સાથે વરસાદ ઝિંકાયો હતો. જેના કારણે નાના અને સિમાંત ખેડૂતોના ડાંગરના ઉભો પાક લચી પડતાં નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું મોટા ભાગ ના ધરમપુર તાલુકા 50 થી વધુ ગામનો માં ડાંગર ના ઉભો પાક ખેતર દીઠ 70 થી 80 ટકા નુકશાન થયું છે 19100 જેટલા હેકટર માં ડાંગર ન પાક ને નુકશાન થયું છે….ધરમપુર ના આંબા, બોપી, જાગીરી ,હનમતમાળ, ભેંસદરા, ધામળી તેમજ અંતરિયાળ વિસ્તારો ના ગામો ના ખેતી ના પાક ને ભારે નુકશાન થયું છે ધરમપુર તાલુકા ના મોટા ભાગ ના ગામો માં થયેલા પાક ને નુકશાન ને લઈ ખેડૂતો સર્વે ની માંગણી કરી સરકાર પાસે સહાય ની આશ લગાવી બેઠા છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ એ પણ ખેડૂતો ના પ્રસનો સાંભળી ને સ્થળ મુલાકત લઈ સરકાર પાસે ખેડૂતો ને વળતર મળે તેવી બાંહેધરી આપી છે અને વધુ માં કહ્યું છે કે સરકાર એ ખેડુતો ને સહાય પેકેજ આપ્યું જ છે હજી એવા રહી ગયેલા ખેડૂતો ને પણ સર્વે કરાવી સહાય આપશે ત્યારે હાલ તો સ્થાનિક ધારાસભ્ય ના આસ્વાશ્વન ને લઈ ખેડૂતો માં હાશકારો તો છે પરંતુ જ્યારે સહાય મળે ત્યારે તેઓ રાહત નો શ્વાસ લેશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews