Not Set/ ચૂપચાપ વધી ગયા રાંધણગેસ LPG ના ભાવ, કેટલામાં મળશે સિલિન્ડર

મુંબઈ : રાંધણગેસ LPG ની કિમતમાં પ્રતિ સિલિન્ડર બે રૂપિયાનો વધારો થઈ ગયો છે. સરકાર દ્વારા એલજીપીના ડીલરોના કમિશનમાં વધારો કરવામાં આવ્યા પછી આ ભાવવધારો કરવામાં આવ્યો છે. સાર્વજનિક ક્ષેત્રના છૂટક ઈંધણ કંપનીઓની કિંમત સરકારી નોટિફિકેશન મુજબ 14.2 કિલોના સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 507.42 રૂપિયા થઈ ગઈ છે. જે આ અગાઉ 505.34 રૂપિયા […]

Top Stories India Trending
Quite quietly, the price rise of LPG, how many will get you cylinders

મુંબઈ : રાંધણગેસ LPG ની કિમતમાં પ્રતિ સિલિન્ડર બે રૂપિયાનો વધારો થઈ ગયો છે. સરકાર દ્વારા એલજીપીના ડીલરોના કમિશનમાં વધારો કરવામાં આવ્યા પછી આ ભાવવધારો કરવામાં આવ્યો છે.

સાર્વજનિક ક્ષેત્રના છૂટક ઈંધણ કંપનીઓની કિંમત સરકારી નોટિફિકેશન મુજબ 14.2 કિલોના સબસિડી વાળા એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 507.42 રૂપિયા થઈ ગઈ છે. જે આ અગાઉ 505.34 રૂપિયા હતી.

આ અગાઉ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ડીલર કમિશન વધારવાનો આદેશ આપ્યો હતો. આ આદેશમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર ઉપર ઘરેલું એલપીજી વિતરકોનું કમિશન છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૭માં ક્રમશઃ 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.

નવા સરકારી આદેશ મુજબ એલપીજી વિતરકોને કમિશનની નવેસરથી સમીક્ષાની માટે વિચારણાનું લંબાણ થવાના કારણે વચ્ચે પરિવહન લાગત, વેતન વગેરેમાં થયેલા વધારાને જોતા આ વચગાળાના ઉપાયના રૂપમાં સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિતરકોનું કમિશન 14.2 કિલોના સિલિન્ડર માટે 50.58 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને 5 કિલોના સિલિન્ડરની માટે 25.29 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ મહિના આ બીજી વખત છે કે, જયારે સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. આ અગાઉ 1, નવેમ્બરના રોજ મૂળ કિંમત પર ટેક્સના કારણે પ્રતિ સિલિન્ડર 2.84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂનથી એલપીજીના ભાવ દર મહીને વધ્યા છે.

મુંબઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 505.05 રૂપિયા છે જયારે કોલકાતામાં 510.70 રૂપિયા અને ચેન્નઈમાં 495.39 રૂપિયા રહેશે, વિભિન્ન રાજ્યોમાં સ્થાનિક કર અને પરિવહનના ભાવ સાથે તેની કિંમત અલગ અલગ છે.