Not Set/ કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ

વિશ્વાસ ભોજાણી,ગોંડલ @મંતવ્ય ન્યૂઝ કોરોના જેવી વૈશ્વિક મહામારીથી જયારે વિશ્વની દરેક શાળા કોલેજ બંધ છે ત્યારે આપણી સરકારી શાળાના શિક્ષકો નવતર પ્રવૃત્તિ કરી બાળકોને શિક્ષણ સાથે જોડાઈ રહે તે માટે પ્રયાસ કરતા રહે છે. હજુ પણ ભારતમાં અમુક વિસ્તાર એવા છે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ બરાબર નથી પકડાતું, અને અમુક વિસ્તાર એવા પણ છે જયાના […]

Top Stories Gujarat
raghu ramkdu 1 કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ

વિશ્વાસ ભોજાણી,ગોંડલ @મંતવ્ય ન્યૂઝ

કોરોના જેવી વૈશ્વિક મહામારીથી જયારે વિશ્વની દરેક શાળા કોલેજ બંધ છે ત્યારે આપણી સરકારી શાળાના શિક્ષકો નવતર પ્રવૃત્તિ કરી બાળકોને શિક્ષણ સાથે જોડાઈ રહે તે માટે પ્રયાસ કરતા રહે છે. હજુ પણ ભારતમાં અમુક વિસ્તાર એવા છે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ બરાબર નથી પકડાતું, અને અમુક વિસ્તાર એવા પણ છે જયાના વાલીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘરે ટેલીવિઝન કે સ્માર્ટ ફોન પણ નથી. આ બધી જ સમસ્યાને કેન્દ્ર માં લઇ આપણા શિક્ષકમિત્રો એ સમસ્યાને આધારિત હલ શોધી રહ્યા છે.આજે ગુજરાત રાજ્યના અમરેલી જીલ્લાના અંતરિયાળ ગામ મીતીયાળા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ અમરેલી જિલ્લાના સાજીયાવાદરના વતની એક કર્મનિષ્ઠ શિક્ષક રાઘવભાઈ કટકિયાની વાત કરવી છે. તેઓ ધોરણ ૧-૨ માં પ્રજ્ઞા શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવે છે . નાના બાળકોને રમત-ગમત, પ્રવૃત્તિ સાથે કેવી રીતે ભણાવવા એમાં એમની માસ્ટરી છે.

જયારે પણ અભ્યાસક્રમને અનુરૂપ એકમ લે ત્યારે એકમને અનુરૂપ એકપાત્ર અભિનય, વિવિધ રમતો, પપેટ શો, ટીચિંગ લર્નિંગ મટીરીયલ, વાર્તા, ગીતો વગેરેની મદદથી અભ્યાસ કરાવે છે જેથી બાળકોને સહજ રીતે યાદ રહી જાય અને ખરા અર્થમા ભાર વગરનું ભણતર શરૂ કર્યું છે.આ વિશિષ્ટ શૈક્ષણિક કાર્યથી સમગ્ર ગુજરાતમાં તેઓ રઘુ રમકડું ના હુલામણા નામે પ્રખ્યાત થયા છે. પાઠય પુસ્તકમાં આવતા એકમો અને એ સુવાયાના જરૂરી સહ અભ્યાસીક પાઠોમાં પંડિત ચાલ્યા જાય છે, પેલી ચકલીબાઈ માળા બાંધ્યા ઢંગ વગરના, જોયા જેવી થઈ, લાકડીના ટેકે માજી જાય રે.. વગેરે એકપાત્રીય વેશધારણ કરી અભિનય સાથે બાળકોને શીખવાડે છે તેઓ એ ધો-૧/૨ માટે જ આ પ્રકારના કુલ શૈક્ષણિક અનુરૂપ ૬૦ થી ૭૦ બાળગીત અને અભિનય ગીતો બનાવ્યા છે.

 

શાળા બંધ છે ત્યારે ટોળી નાયક બનાવી શિક્ષણ આપવાની પોતાની એક નવી રીતની શરૂઆત કરી છે જેનું પરિણામ ખૂબ જ સારું મળ્યું છે

મીતીયાળા પ્રાથમિક શાળામાં ધોરણ ૧-૨ માં કુલ ૧૦૯ વિદ્યાર્થીઓ છે જેમાં મોટાભાગના વાડી વિસ્તારમાંથી આવે છે. હાલ શાળાઓ બંધ છે ત્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને નાના બાળકોને શિક્ષણ આપવા માટે તૈયાર કર્યા છે જેમાં ભૂતપૂર્વ ૬ ટુકડીઓ બનાવી છે આ ટુકડીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દરરરોજ ૧ થી ૨ કલાક શિક્ષણ કાર્ય કરે છે અને રાઘવભાઈ આ વિદ્યાર્થીઓને સમયાંતરે આ ગ્રુપ લીડરને ધોરણ ૧-૨ માં જે અભ્યાસ કરાવવાનો છે તેના વિષે માર્ગદર્શન આપે અને જરૂરી સાધનો પણ ફ્રીમાં આપે છે. જે ટોળી નાયક પાસે સ્માર્ટ ફોન છે તેઓ રાઘવભાઈ એ બનાવેલ ટીચિંગ લર્નિંગ મટીરીયલના ફોટો અને વીડિઓ ફેસબુકમાંથી જોઇને પોતાના ઘરે TLM બનાવી છે. વાડીમાં લીમડા નીચે કે કોઈ પણ ઝાડ નીચે રાઘવભાઈ વિવિધ રમતો જુદી જુદી ટુકડીમાં રમાડવામાં આવે છે જે આ વિદ્યાર્થીઓને શીખવાડવા માટે ઉપયોગ કરતા થયા છે.

raghu rmkdu 5 કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ

૧૦૯ વિદ્યાર્થીઓમાંથી ૭૬ વિદ્યાર્થીઓ ટુકડીમાં અભ્યાસ કરે છે અને બાકી ના ૩૩ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગાડે નહિ તે માટે શું કરી શકાય? તે વિચારતા કરતા “હરતી ફરતી શાળા” નો વિચાર આવ્યો

હરતી ફરતી શાળા

રાઘવભાઈ પોતાની બાઈક ઉપર બોડ જ મારી દીઘું ડસ્ટર, ચોક અને બાઈક પાછળ બ્લેક બોર્ડ બાંધી રોજ નીકળી પડે બાળકોને એમના સ્થાને અને એમની અનુકુળતાએને શિક્ષણ આપવા આ શાળાનું નામ એટલે રાઘવભાઈની હરતી ફરતી શાળા વાડી વિસ્તારમાં રહેતા ૩૩ વિદ્યાર્થીઓ પાસે જઈને રૂબરૂ શિક્ષણ આપવાનું શરુ કર્યું. રાઘવભાઈ દ્વારા આ વર્ગમાં આવતા દરેક બાળકોને શિક્ષણ માટે જરૂરી બુક, પેન્સિલ કીટ, કલર, ઝેરોક્ષ બુકલેટ વગેરે પણ મફત વિતરણ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીની બુક ભરાય જાય તેમની પાસેથી લઈને નવી નોટ આપવામાં આવે છે.

આ શૈક્ષણિક પ્રવૃત્તિ અમેરિકા સ્થિત અમરેલી જીલ્લાના સાજીયાવદર ગામના વતની સાવલિયા પરિવારે નિહાળી અને બાળકોને શૈક્ષણિક રૂપે મદદ થવા બાળકો માટે નોટબુક, પેન્સિલ, પેન, સંચો-રબર વગેર લઈને ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી. દરેક બાળકોનું સમયાંતરે મૂલ્યાંકન પણ કરવામાં આવે છે અને સારું પરફોર્મ કરનાર વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ફક્ત ૨ જ વર્ષમાં રાઘવ ભાઈની પ્રવૃત્તિઓ ફેસબુક અને વ્હોટસએપ દ્વારા તેમના મિત્રો અને ગામ લોકોએ જોઇને બાળકો માટે કપડાં,ચંપલ,નાસ્તો, મોજા, સ્વેટર શાળાના બાળકોને ઉપયોગ કરે તે માટે દાન મળ્યું છે.

રાઘવભાઈ દ્વારા શાળામાં કરવામાં આવતી દરેક શૈક્ષણિક પ્રવૃતિઓ બીજા શિક્ષકોમિત્રો દ્વારા વિધ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે ફેસબુક પર રઘુ રમકડું – Raghu Ramakadu નામનું પેજ પણ બનાવેલ છે. તેઓ એ યુટ્યુબ ચેનલ બનાવી છે જેમાં તેઓ દરેક શૈક્ષણિક પ્રવૃત્તિને લગતા વીડિઓ મુકે છે. આમ ખૂબ જ નાની ઉંમરે આ શિક્ષક બાળકો માટે કઈ પણ કરવા તત્પર છે…અને કુદરતે એમને ગાવા,વગાડવા,અભિનય,કલા, આવડત,ચિત્ર જેવી તમામ બાબતની ભેટ આપી છે.

માત્ર શિક્ષણ માટે જ નહીં પરંતુ અત્યારે કોરોના કાળમાં એમને ખ્યાલ આવ્યો કે ગળો એ એક એવી વેલ છે જે માનવી માટે શ્રેષ્ઠ ઔષધ છે ..બસ ત્યારથી વનવગાડમાં જઈ ને ગળોની વેલને લઈ ઘરે સાફ સફાઈ કરી તેના કટકા કરી જરૂરિયાત વાળા દર્દીઓને ફ્રીમાં વહેંચે છે આમાં આખા પરિવાર કામની શરૂઆત કરી અને શરૂ થયું લીમડાના ગળાનું વિના મૂલ્યે વિતરણ આ નવતર વિચાર રાઘવભાઈને કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ હતી તે સમય દરમિયાન આવ્યો.

raghu ramkdu 3 કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ

જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળાના બાળકોને વાડી વિસ્તારમાં ભણાવવા જતા ત્યારે લીમડાના વૃક્ષો ઘણા અને તેના પર લીમડાનો ગળો પણ પુષ્કળ પ્રમાણમાં છે આ સમય દરમિયાન કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું ને એક વિચાર આવ્યો કે લોકોને આ સમયમાં કેવી રીતે મદદ કરી શકાય તે એક માત્ર આશયથી રાઘવભાઈ લીમડાનો ગળો એકત્ર કરવા લાગ્યા. તે મોટર સાયકલ અને નજીક હોય તો માથે ઉપાડી ઘરે લાવી કટીંગ કરીને લોકોને આપે અને ગળાના ફાયદા સમજાવે લોકોને વધુ લાભ મળે તે હેતુથી ફેસબુક તેમજ વોટ્સએપ ગ્રુપમાં જાણ કરવામાં આવી જેમને પણ ગળો જોઈએ તેવોએ રાઘવભાઈ સંપર્ક કરવો.

raghu ramkdu 2 કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ

આ મેસેજ વાયુવેગે એટલો બધો ફેલાયો કે એક જ અઠવાડિયામાં 5000 લોકોએ શેર કર્યો અને લોકોના ફોન આવવા લાગ્યા સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્રના દરેક વ્યક્તિના સરનામાં આવે તેવોને કુરિયર દ્વારા તદ્દન ફ્રીમાં મોકલવા લાગ્યા ..આ સેવાકિય પ્રવૃત્તિ જોઈને રાઘવાભઈ સાથે ઘણા મિત્રો તેમજ શિક્ષક દંપતિઓ અને એમના વિદ્યાર્થીઓ અને મારા માતા પિતા પણ આ સેવામાં જોડાયા. રાઘવભાઈએક ડાળ હતી એ આજે સેવામાં વટવૃક્ષ બનીની સમગ્ર ગુજરાતમાં સેવા કાર્યમાં કરી રહ્યા છે.

raghu ramkdu 4 કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ

આજ સુધીમાં 6000 છ હજાર થી પણ વધુ લોકોએ લીમડાના ગળાનો લાભ લીધો છે અને આ લખાય છે ત્યાં સુધીમાં તો 200 થી વધુ પાર્સલ મોકલાઇ ચુક્યા હશે. ખૂબ જ નાની ઉમર અને વિદ્યાસહાયક શિક્ષક તરીકે રાઘવભાઈ નોકરી કરે પગાર પણ ફિક્સ અને પોતાનો સામાન્ય પરિવાર છતાં પણ એનું હૃદયની સેવા કરવાની ભાવના અસામાન્ય છે. ચાણક્યનું વાક્ય શિક્ષક કભી સાધારણ નહીં હોતે એ વાક્ય રાઘવભાઈ કટકીયાએ સાર્થક કરી બતાવ્યું છે. રાઘવભાઈ જે ગામમાં નોકરી કરે છે તે ગામના દાતાઓ અને વાલીઓ રાઘવભાઈની નિષ્ઠા,પ્રામાણિકતા , સેવા ભાવના અને શિક્ષણમાં યોગદાન જોઈ લોકો તન મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે.

majboor str 24 કોરોના કાળમાં ગુજરાતની હરતી ફરતી શાળા એટલે રઘુ રમકડું : વનવગડામાં ગળોની વેલનું નિ:શુલ્ક વિતરણ