Not Set/ બોડેલી/અલીપુરા ચાર રસ્તા પર ટ્રક ચાલકે સાઇકલ ચાલકને લીધો અડફેટે

@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – બોડેલી છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી ના અલીપુરા ચાર રસ્તા પર ટ્રાફીક નો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે સાધના નગર સોસાયટી મા રહેતો સંજય નામનો યુવક સાઇકલ લઇને જઇ રહ્યો હતો ત્યારે ટ્રકે તેને અડફેટે લીધો હતો અને આ યુવકને ટ્રક સાઇકલ સાથે દશ ફુટ ઢસડી લઇ ગઇ […]

Gujarat Others
85dde661074914aa91bb884d585b7092 બોડેલી/અલીપુરા ચાર રસ્તા પર ટ્રક ચાલકે સાઇકલ ચાલકને લીધો અડફેટે

@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – બોડેલી છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી ના અલીપુરા ચાર રસ્તા પર ટ્રાફીક નો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે સાધના નગર સોસાયટી મા રહેતો સંજય નામનો યુવક સાઇકલ લઇને જઇ રહ્યો હતો ત્યારે ટ્રકે તેને અડફેટે લીધો હતો અને આ યુવકને ટ્રક સાઇકલ સાથે દશ ફુટ ઢસડી લઇ ગઇ હતી જોકે આ બનાવ મા યુવકનો આબાદ બચાવ થયો હતો યુવકને નાની મોટી ઇજાઓ પહોચતા  ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે બોડેલી ની રેફરલ હોસ્પિટલે ખસેડાયો હતો સાઇકલ નો લોચો વળી ગયો હતો બોડેલી ના અલીપુરા ચાર રસ્તા જેવા ભરચક વિસ્તાર મા અકસ્માત સર્જાતા લોકો ના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને યુવાનને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ.