હું વિકાસ છું/ અરજદારો ડોકટર પાસે જતા રહે અને દર્દીઓ મામલતદાર પાસે બીમારીનું વર્ણન કરે છે, આવો છે વિકાસ

લ્યો બોલો..એક જ ઇમારત નીચે સારવાર અને સમસ્યાનું નિરાકરણ ! મામલતદાર કચેરી અને CHC એક જ બિલ્ડીંગમાં હોવાથી અરજદારો અને દર્દીઓ અસમંજસમાં

Top Stories Gujarat Others
b1 5 અરજદારો ડોકટર પાસે જતા રહે અને દર્દીઓ મામલતદાર પાસે બીમારીનું વર્ણન કરે છે, આવો છે વિકાસ

દયાપર : મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં આજે પણ અનેક ગામડા એવા છે જે વિકાસને ઝંખી રહ્યા છે. પ્રતમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.  છેવાડાના વિસ્તાર કચ્છમાં ભૂકંપ બાદ વિકાસ થયો છે. તેમ છ્તા આજે પણ અંહી ગામડાની વસ્તી પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહી છે.

કચ્છના લખપત તાલુકામાં આવેલા દયાપરમાં એક જ બિલ્ડીંગમાં CHC અને મામલતદાર કચેરી એક જ જગ્યાએ આવેલી છે. જેને કારણે લોકોએ અને અધિકારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મામલતદરને મળવા આવતા લોકો ડોકટર પાસે જતાં રહે છે. અને ડોક્ટરને મળવા આવેલા દર્દીઓ મામલતદાર પાસે જતાં રહે છે. અરજદારો ભૂલથી ડોકટર પાસે જતા રહે અને દર્દીઓ મામલતદાર પાસે બીમારીનું વર્ણન કરે છે..જેના પગલે સરકારી અધિકારીઓ સાથે લોકોને પણ પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે કચ્છના છેવાડાનો લખપત તાલુકો આજે પણ વિકાસથી વંચિત દેખાઈ રહ્યું છે. તો રોગચાળાના સમયમાં હોસ્પિટલ અને મામલતદાર કચેરી સાથે હોવાથી સંક્રમણ નો ભય પણ સતાવતો રહે છે.

WhatsApp Image 2022 09 10 at 10.26.13 AM 1.jpg b2 1 અરજદારો ડોકટર પાસે જતા રહે અને દર્દીઓ મામલતદાર પાસે બીમારીનું વર્ણન કરે છે, આવો છે વિકાસ

એક જ ઈમાર્ટમાં બંને કચેરીઓ આવેલી હોવાના કારણે લોકોની સાથે સરકારી અધિકારી અને કર્મીઓ પણ હાલાકી વેઠી રહ્યા છે. અરજદારો ભૂલથી ડોકટર પાસે જતા રહે અને દર્દીઓ મામલતદાર પાસે જઇ બીમારીનું વર્ણન કરે છે. કચ્છના છેવાડાનો લખપત તાલુકો આજે પણ વિકાસથી વંચિત છે.  કચ્છના છેવાડાના લખપત તાલુકાના દયાપરમાં મામલતદાર કચેરી અને CHC એક જ બિલ્ડીંગમાં હોવાથી અરજદારો અને દર્દીઓમાં અસમંજસમાં મુકાયા છે. કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રથમ એવી મામલતદાર કચેરી અને હોસ્પિટલ ચાલે છે જે એક સાથે  છે.  કચ્છનો સૌથી છેવાડાનો સરહદીય લખપત તાલુકો વિકાસથી વંચિત છે તે કહેવું અતિશયોક્તિ નથી.

અહીંની પોસ્ટ ઓફિસ, તિજોરી કચેરી અને કોર્ટ સુધ્ધાં પાસે પોતાની કચેરીઓ નથી અથવા ભાડાના મકાનમાં ચાલી રહી છે.  2001ના ભૂકંપમાં જર્જરિત થયેલી મામલતદાર કચેરી આજે 22 વર્ષે પણ ન બનતા દયાપર હોસ્પિટલ ખાતે કાર્યરત મામલતદારની કચેરીમાં કર્મચારીઓ અને ખાસ કરીને હોસ્પિટલનો સ્ટાફ પણ અનેક યાતનાઓ વેઠવી રહ્યો છે.

હંગામી ધોરણે ખસેડાયેલી કચેરી માટે આ જ નવું સરનામું બની ગયું છે. આજે નવ વર્ષ થયા છતાં પણ નવી મામલતદાર કચેરી તો કોઈના ખયાલોમાં પણ નથી આવતી તો  જૂની જર્જરિત કચેરીનું પણ કોઈ નિરાકરણ થયું નથી. રમૂજ તો ત્યારે ફેલાઇ છે જ્યારે અરજદારો ભૂલથી ડોકટર પાસે જતા રહે છે. અને દર્દીઓ મામલતદાર પાસે જઈને પોતાની બીમારીનું વર્ણન કરવા લાગે છે.

બંધનું એલાન / કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ

હાર્દિકનો ‘આપ’ પ્રચાર / વિરમગામમાં ‘ના PM, ના CM ‘માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

National / PM મોદીએ જણાવી માતા હીરાબેનની ડઝનબંધ સારી આદતો, તમે પણ વાંચો..