Not Set/ રાજકોટમાં વરસતા વરસાદમાં ભૂકંપનો આંચકો, ન્યારી-2 ડેમ છલકાયો

અમદાવાદ: રાજકોટમાં ગત રાત્રે એક તરફ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બીજી તરફ મધરાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકો હળવો હોવાથી લોકોને આંચકાનો અનુભવ થયો ન હતો. જ્યારે બીજી બાજુ ન્યારી-2 ડેમ છલકાય જતાં રાજકોટવાસીઓ તેનો નજરો જોવા દોડી ગયા હતા. રાજકોટમાં ગત મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું, આ વરસતા વરસાદમાં મધરાતે ૧.૯ […]

Top Stories Gujarat Rajkot Trending
Rainfall in Rajkot, earthquake shock, Nayari-2 dam flare

અમદાવાદ: રાજકોટમાં ગત રાત્રે એક તરફ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બીજી તરફ મધરાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકો હળવો હોવાથી લોકોને આંચકાનો અનુભવ થયો ન હતો. જ્યારે બીજી બાજુ ન્યારી-2 ડેમ છલકાય જતાં રાજકોટવાસીઓ તેનો નજરો જોવા દોડી ગયા હતા.

રાજકોટમાં ગત મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું, આ વરસતા વરસાદમાં મધરાતે ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે, તીવ્રતા ઓછી હોવાના કારણે તેમજ વરસાદ ચાલુ હોવાથી લોકોને આંચકાનો કોઈ ખાસ અહેસાસ થયો હતો. આ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ૧૬ કિલોમીટર દૂર આવેલા શાપર આસપાસ હોવાનું નોંધાયું હતું.

જયારે બીજી તરફ રાજકોટ શહેરને પાણી પૂરું પડતા ન્યારી-2 ડેમ સહિતના અન્ય ડેમોના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજકોટનાં ન્યારી-2 ડેમ સહિતના ડેમોમાં પાણીની ખૂબ સારી આવક થઈ છે. ઉપરવાસના સારા વરસાદના લીધે ન્યારી-2 ડેમમાં પાણીની ધીંગી આવક થઈ હોવાથી તે છલક સપાટી પર પહોંચી ગયો હતો.

એટલું જ નહીં, જો આવો જ વરસાદ ઉપરવાસમાં રહેશે તો એકાદ બે દિવસમાં ન્યારી-2 ડેમ ઓવરફલો થવાની શક્યતા રહેલી છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટનો ન્યારી-2 ડેમ છલકાય ગયો હોવાની માહિતી મળતાની સાથે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આ નજારાને જોવા માટે ન્યારી-2 ડેમ ખાતે પહોંચી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પંથકના ઉપલેટા, ગોંડલ, કોટડાસાંગાણી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં સરેરાશ આઠથી ૧૧ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.