INDIAN NAVY/ અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું દિલધડક ઓપરેશન, ઇરાનના હાઈજેક કરેલ જહાજનો કર્યો બચાવ

ભારતીય નૌકાદળ ઇરાનની મદદ આવ્યું. અરબી સમુદ્રમાં ચાંચિયાઓએ ઈરાનના માછીમારી જહાજ એમવી ઈમાનને હાઈજેક કરી લીધું હતું.

Top Stories India
YouTube Thumbnail 64 1 અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું દિલધડક ઓપરેશન, ઇરાનના હાઈજેક કરેલ જહાજનો કર્યો બચાવ

અરબી સમુદ્રમાં ચાંચિયાઓની હેરાનગતિ વધી છે. ચાંચિયાઓએ ઈરાનના માછીમારી જહાજ એમવી ઈમાનને હાઈજેક કરી લીધું હતું. ભારતીય નૌકાદળ ઇરાનની મદદ આવ્યું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રા હાલમાં અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓને ભગાડી રહ્યું છે.INS સુમિત્રાનું આ ઓપરેશન કોચીથી 700 નોટિકલ માઈલ એટલે કે 1296.4 કિમી દૂર ચાલી રહ્યું છે. ઈરાનના જહાજમાં 17 ક્રૂ મેમ્બર છે. આ ખુલાસો ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કર્યો છે. INS સુમિત્રા એ ભારતીય નૌકાદળના સરયુ વર્ગના પેટ્રોલિંગ જહાજનું યુદ્ધ જહાજ છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે, દેશના પૂર્વી કિનારે એટલે કે અરબી સમુદ્રની નજીક એડનની ખાડીમાં તૈનાત INS સુમિત્રાએ ચાંચિયાઓની હેરાનગતિનો તુરત જવાબ આપ્યો છે. ઈરાની માછીમારી જહાજ ઈમાને ખતરાની ચેતવણી સંભળાવી. બાદમાં મુશ્કેલીમાં મૂકાયા હોવાનો ફોન આવ્યો. ભારતીય જહાજ સુમિત્રાએ સમુદ્રમાં ઝડપથી ગતિ વધારી. ઇરાની જહાજ ઇમાન સુધી પંહોચ્યું. ઈમાનને સોમાલીયન ચાંચિયાઓએ પકડી લીધો હતો. ક્રૂ મેમ્બર્સને બાનમાં લેવામાં આવ્યા હતા.

અરબ સાગરમાં ઈન્ડિયન નેવીનું દિલધડક ઓપરેશન: સમુદ્રી લૂંટારાના ચુંગાલમાંથી ઈરાની જહાજને છોડાવ્યું – Gujaratmitra Daily Newspaper

આઈએનએસ સુમિત્રાએ એમવી ઈમાનને અટકાવી હતી. તમામ SOP પૂર્ણ કર્યા બાદ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માછીમારીના જહાજ એમવી ઈમાનને પણ લૂંટારુઓ પાસેથી મુક્ત કરવામાં આવ્યો હતી. ભારતીય યુદ્ધ જહાજને જોતા જ ચાંચિયાઓ ભાગી ગયા હતા. આ પછી, સમગ્ર જહાજની તપાસ કર્યા પછી, મરીનએ એમવી ઈમાનને તેની મુસાફરી પર આગળ વધવાની મંજૂરી આપી.

INS સુમિત્રા એ ભારતીય નૌકાદળના સરયુ વર્ગના પેટ્રોલિંગ જહાજનું યુદ્ધ જહાજ છે. જેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતના રાષ્ટ્રપતિની પ્રેસિડેન્શિયલ યાટ પણ છે. આ 2200 ટનનું યુદ્ધ જહાજ 2014થી ભારતીય નૌકાદળની સેવા આપી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

આ પણ વાંચો: વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ