duplicate ghee/ ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર, ચારની ધરપકડ

ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે 34 કિલો બનાવટી ઘીના જથ્થા સાથે ચાર શંકાસ્પદની ધરપકડ કરી છે. તેમા 8,500 રૂપિયાના મુદ્દામાલ અને મહિલા સહિત ચારની અટકાયત કરવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 29T145002.085 ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર, ચારની ધરપકડ

ધોરાજીઃ ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે 34 કિલો બનાવટી ઘીના જથ્થા સાથે ચાર શંકાસ્પદની ધરપકડ કરી છે. તેમા 8,500 રૂપિયાના મુદ્દામાલ અને મહિલા સહિત ચારની અટકાયત કરવામાં આવી છે.

પોલીસની લાલ આંખના પગલે શંકાસ્પદોએ ઘીમાં વનસ્પતિ ઘી, એસેન્સ મેળવી ઘી બનાવતા હોવાની કબૂલાત કરી હતી. તેઓ ઘીમાં નાગરવેલના પાનનો રસ અને રંગ નાખતા હોવાનું કબૂલ્યું હતું. તેઓ સ્ટીલના મોટા વાસણમાં બજારમાં ઘીનું વેચાણ કર્યુ હતુ.

તેમની કબૂલાતના પગલે પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરીને ચારેયની સામે કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. તેની સાથે બનાવટી ઘીના નમૂના એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હવે આ પ્રકારની બનાવટની કામગીરી ક્યાં-ક્યાં ચાલી રહી છે તેની પણ શોધખોળ આદરી છે. આ પ્રકારની બનાવટ દ્વારા લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. પાડાના વાંકે પખાલી દંડાય તેમ હવે આ બનાવટવાળાના લીધે ધોરાજીમાં ઘી-દૂધ અને તેની બનાવટોનો સાચો કારોબાર કરનારાઓને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડશે. પોલીસ તેમને પણ કનડશે.

આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાતમાં દૂધની નકલી બનાવટોનો કારોબાર કેટલો ફૂલ્યોફાલ્યો છે. રાજ્યના લોકોએ જાણે દરેક બાબતમાં નકલીનો સામનો કરવો પડે છે તેવી સ્થિતિ છે. હજી થોડા સમય પહેલા રાજકોટમાંથી બનાવટી પનીર પકડાયું હતું. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આ રીતે દૂધની નકલી બનાવટો પકડાવી તે સામાન્ય વાત બની ગઈ લાગે છે. તેમા પણ ખાસ કરીને ઘી, પનીર, ચીઝનો નકલી જથ્થો મોટાપાયા પર પકડાય છે.


આ પણ વાંચોઃ Breaking News/ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હશે મુખ્ય કોચ, BCCIએ કરી સત્તાવાર જાહેરાત

આ પણ વાંચોઃ Plane Crash In Japan Sea/ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર

આ પણ વાંચોઃ Breaking News/ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર