એલર્ટ/ ધરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે કરવામાં આવ્યો બંધ

વરસાદ વધારે પડતા અનેક ડેમોમાં પાણીની આવક વધી છે,જેના લીધે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે

Top Stories Gujarat
1 106 ધરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે કરવામાં આવ્યો બંધ

રાજ્યમાં મેઘરાજાની મહેરના લીધે ગુજરાતમાં ચોમાસું એકદરે ખુબ સારૂં રહ્યું છે, અને હજુપણ ભારે વરસાદ પડવાની આગાહી છે, વરસાદ વધારે પડતા અનેક ડેમોમાં પાણીની આવક વધી છે,જેના લીધે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ધરોઇ ડેમમાં પાણી ઓવરફલો થતાં પાણી છોડવામાં આવ્યું છે.ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે.  જે અંગેનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.  તો બીજી તરફ  લોકોને રિવરફ્રન્ટ પર લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે.જે લોકો રિવરફ્રન્ટ પર  ન જવાની સૂચના લોકોને મહાનગર પાલિકા તરફથી આપવામાં આવી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગત રોજ સાંજના ચાર કલાકે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 129.50 ફૂટ નોંધાઈ હતી.બેરેજમાં 14771 કયૂસેક પાણીની આવક નોંધાઈ હતી,3999 કયૂસેક પાણીનો નદી દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.ગેટ નંબર-27 અને 25 અનુક્રમે બે ફૂટ અને ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.