Not Set/ હવે કન્ફર્મ રેલ્વે ટીકીટ પર યાત્રિકોના નામ બદલાવી શકાશે, જાણો કઈ રીતે

ભારતમાં પ્રવાસ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી છે રેલ્વે. રેલ્વેની ટીકીટ બૂક કરાવવી આમ ખૂબ આસાન છે, પરંતુ ઉતાવળમાં આપણે ઘણી ભૂલો કરી બેસીએ છીએ, જેમ કે નામનો સ્પેલિંગ ખોટો લખાય જાય છે, અને બીજી ઘણાં પ્રકારની ભૂલો હોય છે. પરંતુ હવે તમે આ બધું બદલી શકો છો, અને સાથેજ હવે તમે […]

Top Stories India
ticket irctc હવે કન્ફર્મ રેલ્વે ટીકીટ પર યાત્રિકોના નામ બદલાવી શકાશે, જાણો કઈ રીતે

ભારતમાં પ્રવાસ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી છે રેલ્વે. રેલ્વેની ટીકીટ બૂક કરાવવી આમ
ખૂબ આસાન છે, પરંતુ ઉતાવળમાં આપણે ઘણી ભૂલો કરી બેસીએ છીએ, જેમ કે નામનો સ્પેલિંગ ખોટો લખાય જાય છે, અને બીજી
ઘણાં પ્રકારની ભૂલો હોય છે. પરંતુ હવે તમે આ બધું બદલી શકો છો, અને સાથેજ હવે તમે ટીકીટ કોઈ બીજાના નામ પર ટ્રાન્સફર
પણ કરી શકો છો. આ બધું બદલવું ખુબ સરળ છે.

ટ્રેન નીકળવાના ૨૪ કલાક પહેલા બદલાવ થઇ શકશે. IRCTC એક નવી સુવિધા લાવ્યું છે, જેના દ્વારા તમે ઈ-ટીકીટમાં યાત્રિકનું
નામ બદલી શકશો. IRCTC ની ઓફીશીયલ વેબસાઈટ irctc.co.in પર આપવામાં આવેલી જાણકારી મુજબ ટ્રેન નીકળવાના ૨૪
કલાક પહેલા સુધી આ સુવિધાનો લાભ લઇ શકાશે.

યાત્રિકને ટીકીટમાં નામ બદલવા માટે નજીકના રેલ્વે રીઝર્વેશન કાર્યાલયમાં જવું પડશે. અહી આપને ઇલેક્ટ્રોનિક રીઝર્વેશન સ્લીપનું
પ્રિન્ટ ઓઉટ લઈને જવું પડશે. અને ટીકીટમાં શામેલ યાત્રિકો માંથી કોઈ એક નું ઓળખાણ પત્ર પણ સાથે લઇ જવું પડશે.
IRCTC ના જણાવ્યા મુજબ જો કોઈ યાત્રિક નામ બદલવાનો આગ્રહ રાખે છે તો રેલ્વે રીઝર્વેશન કાર્યાલય, રેલવેના નિયમો મુજબ
નામ બદલી આપશે.

આ સુવિધાનો લાભ લેવા માટે ૨૪ કલાક પહેલા લેખિતમાં નામ બદલવાની અરજી કરવી પડશે. ટીકીટ યાત્રીના પરિવારના બીજા
સદસ્યના નામ પર પણ ટ્રાન્સફર કરી શકાશે. ટીકીટ પિતા, માતા , બહેન, પત્ની, ભાઈ, બાળક, અથવા પતિ કોઈ એકના નામ પર જ
ટ્રાન્સફર થઇ શકશે.

આ માટે તમારે ઈલેક્ટ્રોનિક રીઝર્વેશન સ્લીપ સાથે જેના નામ પર તમે ટીકીટ ટ્રાન્સફર કરવા માંગો છો, એ આપના પરિવારનું સદસ્ય
છે તે માટેનું ઓળખાણ પત્ર પણ સાથે રાખવું પડશે. IRCTC એ કહ્યું કે આ માટેની અરજી ફક્ત એકજ વાર સ્વીકારવામાં આવશે.
સામાન્ય પ્રવાસીઓ સિવાય રી ડયુટી પર મુકવામાં આવેલા સરકારી કર્મચારી અને સંબંધિત ઓથોરીટી જો લેખિતમાં ૨૪ કલાક
પહેલા અરજી કરશે તો એમને પણ અ સુવિધાનો લાભ આપવામાં આવશે.