Not Set/ કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોરે રાધનપુરના ડાયરામાં નોટોનો વરસાદ કર્યો

રાધનપુર કોંગ્રેસ નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગીતા રબારીના ડાયરામાં તેમણે રૂપિયા ઉડાવ્યા હતાં. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અલ્પેશ ઠાકોરને 10 રૂપિયાની નોટોને ઉડાવતા જોઈ શકાય છે. શનિવાર રાતના રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા […]

Top Stories Gujarat Trending Videos
japan 1 કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોરે રાધનપુરના ડાયરામાં નોટોનો વરસાદ કર્યો

રાધનપુર

કોંગ્રેસ નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગીતા રબારીના ડાયરામાં તેમણે રૂપિયા ઉડાવ્યા હતાં. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અલ્પેશ ઠાકોરને 10 રૂપિયાની નોટોને ઉડાવતા જોઈ શકાય છે.

શનિવાર રાતના રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા દ્વારા આયોજિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલ્મ અભિનેતા જોગાજી ઠાકોર- ગીતા રબારી તેમજ અન્ય બીજા કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. ડાયરામાં સેવાભાવી લોકોએ અંદાજે 11 લાખ રૂપિયાથી વધુ પૈસાનો વરસાદ વરસાવ્યો હતો.

વિડીયોમાં જોઈ શકાય છે કે અલ્પેશ ઠાકોર પણ નોટોનો વરસાદ કરતા દેખાય છે ત્યારે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોર તથા બૈચારાજીના ધારાસભ્ય અમરતજી ઠાકોર આ લોકડાયરામાં હાજર રહ્યા હતાં.