Not Set/ #DelhiAssemblyElection2020/ ભાજપનાં બોલકા નેતાને ECએ કદ પ્રમાણે વેતર્યા, અનુરાગ ઠાકુર 72, પ્રવેશ વર્મા પર 96 કલાકનો પ્રચાર પ્રતિબંધ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિવાદિત અને ભડકાઉ ભાષણ આપવાના મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને સાંસદ પ્રવેશ વર્માને કદ પ્રમાણે વેતરીને તેમની સામે કાર્યવાહી કરી છે. કાગળના વાધની છાપ ઘરાવતા ચૂંટણી પંચે અનુરાગ ઠાકુરને ચૂંટણી પ્રચાર કરવા પર 72 કલાક માટે પ્રતિબંધ મૂક્યો છે. આ […]

Top Stories Gujarat Assembly Election 2022 India
Anurag Tahkur and Pravesh Verma #DelhiAssemblyElection2020/ ભાજપનાં બોલકા નેતાને ECએ કદ પ્રમાણે વેતર્યા, અનુરાગ ઠાકુર 72, પ્રવેશ વર્મા પર 96 કલાકનો પ્રચાર પ્રતિબંધ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિવાદિત અને ભડકાઉ ભાષણ આપવાના મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને સાંસદ પ્રવેશ વર્માને કદ પ્રમાણે વેતરીને તેમની સામે કાર્યવાહી કરી છે.

કાગળના વાધની છાપ ઘરાવતા ચૂંટણી પંચે અનુરાગ ઠાકુરને ચૂંટણી પ્રચાર કરવા પર 72 કલાક માટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર 96 કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓએ ચૂંટણી સભા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું, જેની જાણ ચૂંટણી પંચને કરવામાં આવી હતી. 

હકીકતમાં, અગાઉ તેમના નિવેદનો માટે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને ભાજપના સાંસદ પ્રવેશ વર્મા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ચૂંટણી પંચે ભાજપને દિલ્હી ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની સૂચિમાંથી તેમના નામ હટાવવા કહ્યું હતું. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિવાદિત નિવેદનને કારણે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરને ચૂંટણી આચારસંહિતાનો પહેલી વાર ઉલ્લંઘન ગણાવી હતી અને મંગળવારે કારણદર્શક નોટિસ ફટકારીને બે દિવસમાં જવાબ આપવા કહ્યું છે.  ચૂંટણી પંચે ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ સિંહ વર્માને આદર્શ આચારસંહિતા (એમસીસી) નો ભંગ બદલ નોટિસ ફટકારી હતી. ચૂંટણી પંચે તેમને સ્પષ્ટતા માટે 30 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા એક દિવસ પૂર્વે જ્યારે ભાજપનાં બંને નેતાને સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી દુર કરાયા, ત્યારે લાજવાને બદલે ગાજી રહેલા ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભલે સ્ટાર પ્રચારકનાં લિસ્ટમાંથી દુર કરવામાં આવ્યા પરંતુ બંને નેતા પ્રચાર તો કરી જ શકે છે. અને ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા બંને નેતાનાં પ્રચારને જ વર્જીત કરવામાં આવ્યો છે.

અનુરાગ ઠાકુરે શું કહ્યું:

ભાજપના નેતા અનુરાગ ઠાકુરની રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિવાદિત નારાઓ સંભળાય છે. વીડિયોમાં અનુરાગ ઠાકુર સ્ટેજ પરથી સૂત્રોચ્ચાર કરતા સાંભળવામાં આવે છે કે ‘દેશના દેશદ્રોહીઓ…. આ પછી, સ્ટેજની નીચેના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું ‘શૂટ કોર …’ 

ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ જે કહ્યું તે

પ્રવેશ વર્માએ કહ્યું, ‘કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે જે બન્યું તે દિલ્હીમાં પણ થઈ શકે છે. શાહીન બાગમાં લાખો લોકો એકઠા થાય છે, તેઓ તમારા ઘરોમાં પ્રવેશી શકે છે અને તમારી બહેનો અને પુત્રીઓને બળાત્કારનો શિકાર બનાવી શકે છે અને મારી પણ શકે છે. હવે લોકોએ નિર્ણય કરવો પડશે. દિલ્હીમાં તમારે કોણ જોઇએ છે’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.