#DELHIPOLICE/ સામાન્ય વ્યક્તિ સમજી લૂંટવા ગયા પણ નીકળ્યો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ

દિલ્હી પોલીસે બે આરોપીને ઝડપી લીધા

India
YouTube Thumbnail 5 2 સામાન્ય વ્યક્તિ સમજી લૂંટવા ગયા પણ નીકળ્યો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ

Delhi News : દિલ્હીમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં દિલ્હી પોલીસના જ એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને બંદૂકની અણીએ લૂંટવા ગયા હતા. જોકે ઈન્સ્પેક્ટરે ફિલ્મી સ્ટાઈલમાં એક આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં બીજો આરોપી પણ ઝડપાઈ ગયો હતો.

આ બનાવ દિલ્હીના ચાણક્યપુરીમાં બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલમાં કામ કરતા ઈન્સ્પેક્ટર વિનોદ બડોલા સાંજે નહેરૂ પાર્કમાં ફરવા નીકળ્યા હતા. દરમિયાન બે શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો. એક શખ્સે બડોલાના નાક પર મુક્કો મારતા તે નીચે પડી ગયા હતા. જેમાં તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. એક બદમાશે તેમના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી. જોકે ઈન્સ્પેક્ટરે હિંમત એકઠી કરીને આરોપીને પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો.

બડોલાએ તેને કાબૂમાં લઈને જમીન પર પછાડી દીધો હતો. તપાસમાં તેનું નામ ગૌરવ હોવાનું જણાયું હતું. જોકે તેનો સાગરીત ભાગી ગયો હતો. બાદમાં ઈન્સ્પેટરે પોલીસને બોલાવી લીધી હતી. ગૌરવની ધરપકડ બાદ ફરાર આરોપીનો પીછો કરીને પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. ઝપાઝપી વખતે લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું પરંતુ ઈન્સ્પેક્ટરની મદદે કોઈ આવ્યું ન હતું.

તપાસમાં બન્ને આરોપી સામે અગાઉ કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ભૂતકાળમાં બડોલાને બહાદુરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો હતો. તેમણે ઘણા આતંકવાદી મોડ્યુલનો નાશ પણ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું