Not Set/ ગરીબોને એકવાર ફરી 21+19=40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવ્યા : પી.ચિદમ્બરમ

પીએમ મોદીએ રાષ્ટ્રનાં નામે સંબોધનમાં લોકડાઉન પાર્ટ-2 ની જાહેરાત કરી છે. વડા પ્રધાને લોકડાઉન 3 મે સુધી લંબાવી દીધું છે. પીએમ મોદીએ કહ્યું છે કે, 3 મે સુધી દરેક દેશવાસીએ લોકડાઉનમાં રહેવાનું રહેશે. વડા પ્રધાને મંગળવારે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે, જે રાજ્ય કોરોના વાયરસનાં વિરુદ્ધ કડક વલણ રાખતા પોતાના શહેરો/વિસ્તારોમાં હોટસ્પોટ્સ […]

India

પીએમ મોદીએ રાષ્ટ્રનાં નામે સંબોધનમાં લોકડાઉન પાર્ટ-2 ની જાહેરાત કરી છે. વડા પ્રધાને લોકડાઉન 3 મે સુધી લંબાવી દીધું છે. પીએમ મોદીએ કહ્યું છે કે, 3 મે સુધી દરેક દેશવાસીએ લોકડાઉનમાં રહેવાનું રહેશે. વડા પ્રધાને મંગળવારે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે, જે રાજ્ય કોરોના વાયરસનાં વિરુદ્ધ કડક વલણ રાખતા પોતાના શહેરો/વિસ્તારોમાં હોટસ્પોટ્સ (કોરાના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો) નહી બનવા દેશે, ત્યા 20 એપ્રિલથી જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.

વડા પ્રધાનની લોકડાઉન વધારવાની ઘોષણા વચ્ચે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી છે. ચિદમ્બરમે ટ્વીટ કર્યું હતું કે, ‘ગરીબોને 21+19=40 દિવસની પોતાની વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવ્યા. પૈસા છે, ખોરાક છે, પણ સરકાર તે આપશે નહીં. રડો, મારા પ્રિય દેશ.’ અન્ય એક ટવીટમાં ચિદમ્બરમે કહ્યું કે, “મુખ્યમંત્રીનાં ભંડોળની માંગ અંગે કોઈ પ્રતિક્રિયા નથી. 25 માર્ચનાં ‘કંજૂરીભરે’ પેકેજમાં એક રૂપિયો પણ ઉમેરવામાં આવ્યો નથી.

રઘુરામ રાજનથી લઈને જીન ડ્રીઝ, પ્રભાત પટનાયકથી અભિજીત બેનર્જી સુધીની સલાહને અવગણવામાં આવી હતી. જો કે ચિદમ્બરમે કેન્દ્ર સરકારનાં લોકડાઉનને આગળ વધારવાનાં નિર્ણયને ટેકો આપ્યો હતો. વળી, રાજ્યસભાનાં સાંસદ અને કોંગ્રેસનાં નેતા આનંદ શર્માએ કહ્યું, “દેશમાં 20 દિવસનો લોકડાઉન થઈ ગયો છે. સંક્રમણથી દેશ અને દુનિયાને ઘણું નુકસાન થયું છે. આનાથી અર્થતંત્ર પણ પડી ભાગ્યુ છે. આ સંકટનાં કારણે પહેલાથી જ નબળા ભારતીય અર્થતંત્ર સામે ઘણા પડકારો આવી ગયા છે. તેથી વ્યૂહરચના આગળ લાવવાની જરૂર છે.” આનંદ શર્માએ વધુમાં કહ્યું, “લોકડાઉનને દૂર કરવા માટે ત્રણ તબક્કાઓની વાત થઈ રહી છે. પહેલા તબક્કામાં કેટલીક આર્થિક પ્રવૃત્તિની શરૂઆત. અહીં મોટી સંખ્યામાં દૈનિક વેતન મજૂરો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.