Not Set/ 1 ડિસેમ્બરથી તમામ નવા 4-વ્હીલર્સ માટે FASTag બનશે ફરજિયાત 

1 ડિસેમ્બરથી તમામ નવા 4-વ્હીલર્સ માટે FASTag ઉપકરણો ઓટોમોબાઇલ ઉત્પાદકો અથવા ઑથૉરાયસૅડ ડીલર દ્વારા ફ્રન્ટ વિન્ડસ્ક્રિન પર FASTag ફિક્સ કરવું ફરજિયાત રહેશે. આ FASTag એક એવું સાધન છે જે રેડીઓ ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેક્નોલૉજી દ્વારા ટોલ પેમેન્ટ કરવા માટે સીધુ જ લોકોના પ્રિપેઇડ અથવા સેવિંગ એકાઉન્ટથી જોડાયેલું હોય છે. આ સાધન વાહનના વિન્ડસ્ક્રિન પર લગાવેલું […]

India
news03.11.17 1 1 ડિસેમ્બરથી તમામ નવા 4-વ્હીલર્સ માટે FASTag બનશે ફરજિયાત 

1 ડિસેમ્બરથી તમામ નવા 4-વ્હીલર્સ માટે FASTag ઉપકરણો ઓટોમોબાઇલ ઉત્પાદકો અથવા ઑથૉરાયસૅડ ડીલર દ્વારા ફ્રન્ટ વિન્ડસ્ક્રિન પર FASTag ફિક્સ કરવું ફરજિયાત રહેશે. આ FASTag એક એવું સાધન છે જે રેડીઓ ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ટેક્નોલૉજી દ્વારા ટોલ પેમેન્ટ કરવા માટે સીધુ જ લોકોના પ્રિપેઇડ અથવા સેવિંગ એકાઉન્ટથી જોડાયેલું હોય છે. આ સાધન વાહનના વિન્ડસ્ક્રિન પર લગાવેલું હોય છે જેના દ્વારા મુસાફરોને ટોલ પર અટકાવ્યા વગર ટોલ પ્લાઝા સંચાલક ટોલ ચાર્જ કપાત કરી શકે છે.

આ FASTag ઇશ્યુઅર્સ પાસેથી પણ ખરીદી શકાય છે અને જો તે પ્રિપેઇડ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય તો પછી વાહન માલિકને જરૂરિયાત મુજબ ટેગ રિચાર્જ / ટોપ-અપ કરવાનું રહેશે. હાલમાં નેશનલ હાઈવેના લગભગ 370 ટોલ પ્લાઝાઓ પર આ FASTag કાર્યરત છે. આ સિસ્ટમ ઇન્ટર – સંચાલિત હોય છે અને નેશનલ ઇલેક્ટ્રોનિક ટૉલ કલેક્શન (NETC) પ્રોગ્રામ અંતર્ગત તમામ ટોલ પ્લાઝા પર સમાન FASTagનો ઉપયોગ કરી શકાય છે.