Not Set/ મુંબઈને બૅટરી સંચાલિત ઇકો-ફ્રેન્ડલી BEST બસો મળશે

બ્રહ્મમુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટએ (BEST) 10 કરોડના ખર્ચે 6 ઇકો ફ્રેન્ડલી બેટરી સંચાલિત બસો ખરીદી છે. મુંબઈમાં હવા અને ધ્વની પ્રદૂષણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બસને ફુલ ચાર્જ થવા માટે ત્રણ કલાક લાગે છે અને સંપૂર્ણ ચાર્જ થયા બાદ 300 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. […]

Uncategorized
news03.11.17 2 મુંબઈને બૅટરી સંચાલિત ઇકો-ફ્રેન્ડલી BEST બસો મળશે

બ્રહ્મમુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટએ (BEST) 10 કરોડના ખર્ચે 6 ઇકો ફ્રેન્ડલી બેટરી સંચાલિત બસો ખરીદી છે. મુંબઈમાં હવા અને ધ્વની પ્રદૂષણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બસને ફુલ ચાર્જ થવા માટે ત્રણ કલાક લાગે છે અને સંપૂર્ણ ચાર્જ થયા બાદ 300 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. મુંબઈને આ અઠવાડિયે ચાર બૅટરી સંચાલિત બસોનો પ્રથમ બેચ મળ્યો હતો.

BESTમાં હાલમાં લગભગ 3,400 બસોનો કાફલો છે જેમાંથી 2,200 કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બસ સહિત માત્ર નોન-એસી બસો કાર્યરત કરવામાં આવી છે. BESTને 6 બેટરી સંચાલિત બસો મળશે જેમાંથી ચાર ચાઇના દ્વારા બનાવાયેલી BYD K-7 બસ પર આધારિત છે જ્યારે અન્ય બીજી બે VE સ્કાયલાઇન પ્રો મોડેલ પર આધારિત છે. ગયા વર્ષે માર્ચમાં BEST પેનલે બસની ખરીદીને મંજુરી આપી હતી જેની કિંમત અંદાજે રૂ .1.65 કરોડ હતી જે ફોસીલ ઇંધણ નોન-એસી અને એસી બસોની કિંમત કરતા રૂ.50 લાખથી વધારે જોવા મળી હતી.