Not Set/ કેનેડા 2020 સુધીમાં લગભગ 10 લાખ ઇમિગ્રન્ટ્સને સ્વીકારશે.

આગામી ત્રણ વર્ષમાં ઇમિગ્રન્ટ ઇન્ટેક વધારવા માટે સરકારની નવી યોજનાના ભાગરૂપે કેનેડા 3,10,000 નવા ઇમિગ્રન્ટ્સ લેશે અને 2020 સુધીમાં આશરે 10 લાખ નવા આવનારાઓને પ્રવેશ આપશે. કૅનેડાની સરકાર આગામી ત્રણ વર્ષમાં ઇમિગ્રન્ટ ઇનટેક વધારશે જે લગભગ 13% થશે. ઇમિગ્રેશન પ્રધાન અહમદ હુસેને બુધવારે જણાવ્યું હતું કે “દરેક વ્યક્તિનો અભિપ્રાય છે કે અમને વધુ કુશળ કામદારોની […]

World
Immigrant Tuition

આગામી ત્રણ વર્ષમાં ઇમિગ્રન્ટ ઇન્ટેક વધારવા માટે સરકારની નવી યોજનાના ભાગરૂપે કેનેડા 3,10,000 નવા ઇમિગ્રન્ટ્સ લેશે અને 2020 સુધીમાં આશરે 10 લાખ નવા આવનારાઓને પ્રવેશ આપશે. કૅનેડાની સરકાર આગામી ત્રણ વર્ષમાં ઇમિગ્રન્ટ ઇનટેક વધારશે જે લગભગ 13% થશે.

ઇમિગ્રેશન પ્રધાન અહમદ હુસેને બુધવારે જણાવ્યું હતું કે “દરેક વ્યક્તિનો અભિપ્રાય છે કે અમને વધુ કુશળ કામદારોની જરૂર છે. અમારા અર્થતંત્રને પૉવરફૂલ બનાવા માટે વધુ લોકોની જરૂર છે, અમારા વાસ્તવિક કૌશલ્યની અછતને સંબોધિત કરવા, અમારા વાસ્તવિક લેબર માર્કેટની અછતને સંબોધિત કરવા અને આમાંની કેટલીક આવશ્યકતાઓના ક્ષેત્રની પ્રકૃતિને સંબોધિત કરવા માટે વધુ લોકોની જરૂર છે. તેથી અમે લોકોના આભિપ્રાયને સાંભળ્યું છે.” હુસેને આગળ વધુ જણાવતા કહ્યું હતું કે, “અમારી સરકાર માને છે કે નવા આવનારાઓ આપણા સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 2035 સુધીમાં પાંચ લાખ કેનેડિયનો નિવૃત્ત થવાના છે અને અમારી પાસે વરિષ્ઠો અને નિવૃત્ત લોકોને ટેકો આપવા માટે કામ કરે એવા બહુ ઓછા લોકો છે. “