Not Set/ ટ્રમ્પના આ નિર્ણયથી 8 લાખ લોકોને છોડવું પડશે અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદે વસતા યંગ ઇમિગ્રન્ટસને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદે વસતા 8 લાખથી વધુ લોકોએ દેશ છોડવો પડશે જેમાં ૭૦૦૦ જેટલા ઇન્ડિયન-અમેરિકન્સનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ રદ થવાથી અમેરિકન ઇકોનોમીને વાર્ષિક ૨૦૦ બિલિયન ડોલરનું નુકશાન થશે. મહત્વનું છે કે, ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બરાક ઓબામાએ […]

World
ટ્રમ્પના આ નિર્ણયથી 8 લાખ લોકોને છોડવું પડશે અમેરિકા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદે વસતા યંગ ઇમિગ્રન્ટસને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં ગેરકાયદે વસતા 8 લાખથી વધુ લોકોએ દેશ છોડવો પડશે જેમાં ૭૦૦૦ જેટલા ઇન્ડિયન-અમેરિકન્સનો સમાવેશ થાય છે. આ ગ્રાન્ટ રદ થવાથી અમેરિકન ઇકોનોમીને વાર્ષિક ૨૦૦ બિલિયન ડોલરનું નુકશાન થશે.

મહત્વનું છે કે, ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૨ માં “ડીફર્ડ એક્સન ફોર ચાઈલ્ડહૂડ” પ્રોગ્રામ શરુ કર્યો હતો. જેમાં અમેરિકામાં અન્ય દેશોમાંથી ગેરકાયદેસર વસતા નિર્વાસિતોને “ડ્રીમર” નામ હેઠળ સ્ટડી અને વર્ક પરમિટ મળતા હતા તે હવે ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.