Not Set/ બોલિવુડનાં જાણીતા ફિલ્મ નિર્માતા અને ઋતિક રોશનનાં નાના ઓમ પ્રકાશનું થયુ નિધન

બોલીવુડ અભિનેતા ઋતિક રોશનનાં નાના અને જાણીતા નિર્દેશક જે ઓમ પ્રકાશનું આજે (7 ઓગસ્ટ) નિધન થયું છે. તે 93 વર્ષનાં હતા. ફિલ્મ અભિનેતા દીપક પારાશરે તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી. દીપકે લખ્યું કે, મારા સૌથી પ્રિય અંકલ જે ઓમ પ્રકાશ હવે નથી રહ્યા. સિનેમામાં તેમનું યોગદાન એક ઉપહાર રહેશે. જણાવી દઇએ કે, ઋતિક રોશન […]

Uncategorized
pjimage 5 1565166555 બોલિવુડનાં જાણીતા ફિલ્મ નિર્માતા અને ઋતિક રોશનનાં નાના ઓમ પ્રકાશનું થયુ નિધન

બોલીવુડ અભિનેતા ઋતિક રોશનનાં નાના અને જાણીતા નિર્દેશક જે ઓમ પ્રકાશનું આજે (7 ઓગસ્ટ) નિધન થયું છે. તે 93 વર્ષનાં હતા. ફિલ્મ અભિનેતા દીપક પારાશરે તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી. દીપકે લખ્યું કે, મારા સૌથી પ્રિય અંકલ જે ઓમ પ્રકાશ હવે નથી રહ્યા. સિનેમામાં તેમનું યોગદાન એક ઉપહાર રહેશે. જણાવી દઇએ કે, ઋતિક રોશન તેના નાના ઓમ પ્રકાશની ખૂબ નજીક હતો. થોડા સમય પહેલા ઋતિક રોશને ખુલાસો કર્યો હતો કે નાનાએ તેમને ઘણા જીવનનાં પાઠ ભણાવ્યા હતા.

deepak parasar બોલિવુડનાં જાણીતા ફિલ્મ નિર્માતા અને ઋતિક રોશનનાં નાના ઓમ પ્રકાશનું થયુ નિધન

ઓમ પ્રકાશને આદમી ખિલૌના હૈ, આએ દિન બહાર કે, આપ કી કસમ, આઈ મિલન કી બેલા, આયા સાવન ઝૂમ કે જેવી બોલિવુડ ફિલ્મો માટે યાદ કરવામાં આવશે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઘણી ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે. તેમના મૃત્યુનાં સમાચાર મળતા અભિનેતા ધર્મેન્દ્ર તેમના ઘરે પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઓમપ્રકાશને ઇન્ડસ્ટ્રીનાં સૌથી દિગ્ગજ ફિલ્મ નિર્માતા માનવામાં આવતા હતા. તેમની બધી ફિલ્મોનાં નામ અંગ્રેજીનાં A લેટરથી શરૂ થતા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આના કારણો પણ સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, A નામવાળી તેમની ફિલ્મો હિટ બની હતી અને જ્યારે જુદા અક્ષરથી ફિલ્મ બનાવવામાં આવી ત્યારે ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. ત્યારપછી તેમણે ફક્ત A અક્ષર પર જ વિશ્વાસ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.