OMG!/ વિદેશ જવા માંગતી યુવતીએ યુવક સાથે કર્યા લગ્ન, કેનેડા પહોંચતા જ પતિનો નંબર કરી દીધો બ્લોક

લગ્ન બાદ તે વિદેશ તો ગઈ પરંતુ ત્યાં જાતની સાથે તેના પતિનો નંબર બ્લોક કરી દીધો હતો.

Uncategorized
YouTube Thumbnail 2024 03 22T194414.649 વિદેશ જવા માંગતી યુવતીએ યુવક સાથે કર્યા લગ્ન, કેનેડા પહોંચતા જ પતિનો નંબર કરી દીધો બ્લોક

રાજસ્થાનમાં તમે લુંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. ઘણી વખત પૈસાની લાલચમાં અને ક્યારેક ઘરેણાં પડાવી લેવા માટે, લુંટેરી દુલ્હન લગ્ન કરે છે અને થોડા દિવસો પછી ભાગી જાય છે. પરંતુ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક લુંટેરી દુલ્હન વિદેશ જવા માટે લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ તે વિદેશ તો ગઈ પરંતુ ત્યાં જાતની સાથે તેના પતિનો નંબર બ્લોક કરી દીધો હતો.

 15 દિવસ પણ ન રહી પતિ સાથે

હકીકતમાં, હનુમાનગઢ જિલ્લાના સંગરિયા વિસ્તારના વોર્ડ નંબર 29 ના રહેવાસી વિશાલ સોનીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 25 ડિસેમ્બરે પંજાબની રહેવાસી સુખવિંદર કૌર સાથે તેના લગ્ન થયા હતા. જે 7 જાન્યુઆરી સુધી વિશાલના ઘરે રોકાઈ હતી. આ દરમિયાન તે લગભગ રૂ. 1 લાખની કિંમતની ખરીદી, રૂ. 1.5 લાખની વિદેશી ટિકિટો, રૂ. 1 લાખનું વિદેશી ચલણ અને સોનાના દાગીના લઈને ભાગી ફરાર થઇ ગઈ.

પીડિત વિશાલનું કહેવું છે કે લગ્ન બાદ દુલ્હન કેનેડા જતી રહી હતી. કારણ કે તેણે પહેલાથી જ કેનેડાની ફાઇલ મૂકી હતી. કન્યાએ વિશાલને કહ્યું હતું કે તે તેને તેની સાથે કેનેડા પણ લઈ જશે. કેનેડા ગયા બાદ કન્યાએ વિશાલ સાથે 10 માર્ચ સુધી વાત કરી હતી પરંતુ તે પછી મોબાઈલ નંબર બ્લોક થઈ ગયો હતો.

સસરાએ પણ દીકરીને સાથ આપ્યો

વિશાલનું કહેવું છે કે જ્યારે તેણે તેના સસરા સાથે આ અંગે વાત કરી તો તેણે કહ્યું કે તે હવે સંબંધ જાળવી રાખવા માંગતો નથી. તેણે તેની પુત્રીના લગ્નની નોંધણી કરાવ્યા બાદ જ તેને વિદેશ મોકલવાની હતી. હાલ તો પોલીસે કેસ નોંધવાનું શરૂ કરી દીધું છે. પોલીસ પરિવારના સભ્યો અને અન્ય લોકો સાથે વાતચીતમાં વ્યસ્ત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…