Not Set/ ગુજરાતમાં વરસાદની સિઝન દરમિયાન કુલ 199 લોકોના મોત

આ વર્ષે રાજયમાં ચોમાસુ સમાન્યથી વધારે લાંબુ રહ્યું હતું. સિઝન ના કુલ વરસાદ 142 ટકા જેટલો પડ્યોહતો. હવે હવામાન  વિભાગ દ્વારા ચોમાસા ની સત્તાવાર વિદાય જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે સિઝન માં ચોમાસાને કારણે થયેલા લોકોના મૃત્યુ આંક જાહેર કર્યો છે. રાજ્ય સરકારે ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કર્યા બાદ વરસાદની સિઝન દરમિયાન 199 લોકોના મોત […]

Uncategorized
LIGHT ગુજરાતમાં વરસાદની સિઝન દરમિયાન કુલ 199 લોકોના મોત

આ વર્ષે રાજયમાં ચોમાસુ સમાન્યથી વધારે લાંબુ રહ્યું હતું. સિઝન ના કુલ વરસાદ 142 ટકા જેટલો પડ્યોહતો. હવે હવામાન  વિભાગ દ્વારા ચોમાસા ની સત્તાવાર વિદાય જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે સિઝન માં ચોમાસાને કારણે થયેલા લોકોના મૃત્યુ આંક જાહેર કર્યો છે.

રાજ્ય સરકારે ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કર્યા બાદ વરસાદની સિઝન દરમિયાન 199 લોકોના મોત મામલે આંકડા જાહેર કર્યાં છે. વીજળી પડવાથી 54 લોકોના મોત નિપજ્યાં છે.  જ્યારે 89 લોકોના પાણીમાં તણાવાથી અને દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મોત થયા છે. પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.  કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય જાહેર કરાઇ છે.

જ્યારે 9 મૃતકના પરિવારજનોને સહાયની ચુકવણી બાકી હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોના મોત  અને અમદાવાદ બાદ મોરબી જિલ્લામાં 15 લોકોના મોત થયાનો આંકડો બહાર આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.